પિતૃદોષ દૂર કેવી રીતે થાય - અપનાવો આ 8 સરળ ઉપાય
પિતૃદોષના કારણે આપણા સાંસારિક જીવનમાં અનેક અવરોધ ઉભા થાય છે. જ્યોતિષ અને પુરાણોમાં પણ પિતૃદોષના સંબંધમાં જુદી જુદી ધારણા છે પણ એ ચોક્કસ છે કે આ આપણા પૂર્વજ અને કુલ પરિવારના લોકો સાથે જોડાયેલ દોષ છે.
પિતૃદોષને કારણે આપણે આધ્યાત્મિક સાધનામાં પણ સફળતા મેળવી શકતા નથી. તેથી તમે પણ પિતૃદોષથી પરેશાન છો તો આ 8 સરળ ઉપાય તમારે માટે ખૂબ લાભદાયી સાબિત થશે.. જાણો એ ઉપાય
પિતૃદોષના ઉતારવાના 8 સરળ ઉપાય
- રોજ હનુમાન ચાલીસા વાંચવી
- માથા પર શુદ્ધ જળનુ તિલક લગાવો
- દરેક ચતુર્દશી, અમાસ અને પૂનમ તેમજ પિતૃપક્ષમાં તર્પણ અને શ્રાદ્ધ કરવુ
- સંતાન ઉત્પન્ન કરીને તેને ધાર્મિક સંસ્કાર આપવા
- તેરસ, ચૌદસ, અમાસ અને પૂનમના દિવસે ગોળ-ઘીની ધૂપ આપવી
- ઘરના વાસ્તુને ઠીક કરવુ
- શરીરના બધા છિદ્રોને સારી રીતે રોજ સ્વચ્છ રાખવાથી પણ પિતૃ ઋણ ઉતરી જાય છે
- દેશના ધર્મ મુજબ કુલ પરંપરાનુ પાલન કરવુ