બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By
Last Updated : મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (11:34 IST)

વગર ગૈસ અને ચાશની 5 મિનિટમાં બનાવો કાજૂ કતલી

આમ તો કાજૂ કતલી બનાવવામાં થોડું સમય લાગે છે. તેઆ માટે ચાશની બનાવી પડે છે કડાહીમાં કાજૂ પાઉડર શેકાય છે. ત્યારે તૈયાર હોય છે કાજૂ કતલી. પણ આ રેસીપીમાં તમને આવું કઈક નહી કરવું છે. 
સામગ્રી
250 ગ્રામ કાજૂ 
1/2 કપ મિલ્ક પાઉડર 
1/2 કપ ખાંડ 
4 ચમચી દૂધ 
1/2 ચમચી ઘી 
સજાવવા માટે ચાંદીનો વર્ક 
2 પ્લાસ્ટીકને શીટ 
વિધિ
- કાજૂ કતલી બનાવવા માટે ફ્રેશ કાજૂનો ઉપયોગ કરવું. જો આ ભેજવાળા થઈ ગયા હોય તો તેને હળવા રોસ્ટ કરી લો. 
- ત્યારબાદ કાજૂને ઝીણું વાટી લો. વાટ્યા પછી ચાલણીથી ગાળી લો. મોટા દાણાને ફરીથી વાટી લો. 
- કાજૂનો પાઉડર એક મોટા વાસણમાં કાઢી લો. 
- ખાંડને પણ ઝીણું વાટી લો. 
- તેને સારી રીતે મિક્સ કરી લો. 
- હવે તેમાં એક મોટી ચમચી દૂધ મિક્સ કરો. ધ્યાન રાખો કે એક સાથે બધુ દૂધ નહી નાખવું છે. 
- પછી એક ચમચી દૂધ નાખો અને સારી રીતે મિક્સ કરી લો. 
- મિશ્રણને બે ભાગમાં વહેંચી લો. 
- ત્યારબાદ એક પ્લાસ્ટિક પર થોડું ઘી લગાવીને એક ભાગ મિશ્રણ મૂકો. તેના પર બીજી પ્લાસ્ટિક મૂકો હળવા હાથથી વળીને ચપટુ કરી લો. 
- ઉપરવાળી પ્લાસ્ટિક હટાવીને વળેલી કાજૂ રોટલી પર ચાંદીનો વર્ક લગાવી દો. 
- તેને પસંદગીના આકારમાં કાપી લો. 
- આ રીતે બાકીના મિશ્રણથી પણ આ રીતે કાજૂ કતલી બનાવી લો. 
- તૈયાર કાજૂ કતલીને મજાથી ખાવો.