ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By
Last Modified: ગુરુવાર, 18 જુલાઈ 2019 (17:52 IST)

રેસીપી - જો તમને ગળ્યુ પસંદ છે તો બનાવો રવાના રસગુલ્લા

જો તમે ગળ્યુ ખાવાના શોખીન છો અને હેલ્ધી પણ ખાવા માંગો છો તો તમે રવાના રસગુલ્લા ખાઈ શકો છો. આવો જાણીએ કેવી રીતે બનાવશો રવાના રસગુલ્લા 
 
સામગ્રી - 1 કપ રવો 
દેશી ઘી - 2 મોટી ચમચી 
દૂધ - 1 મોટી વાડકી 
ખાંડ - 3 મોટા ચમચા 
ડ્રાઈ ફ્રુટ્સ - અડધો કપ ઝીના સમારેલા 
 
કેવી રીતે બનાવશો - સૌ પહેલા રવાના રસગુલ્લા બનાવવા માટે ધીમા તાપ પર એ ક પૈનમાં દૂધમાં ખાંડ મિક્સ કરીને ઉકળવા દો. ત્યારબાદ તેના ગરમ થયા પછી તેમા રવો નાખો અને હળવા હાથે ચલાવતા રહો. જેમા કોઈ ગાંઠ ન પડે.  આ મિશ્રણને ત્યા સુધી ચલાવતા રહો જ્યા સુધી રવો એકદમ ઘટ્ટ ન થઈ જાય. ત્યારબાદ તેને ઠંડો થવા દો અને તેને હાથેથી ચપટા કરી તેમા ડ્રાઈ ફ્રુટ્સ મિક્સ કરો. ત્યારબાદ પાણી અને ખાંડ મિક્સ કરીને ચાસણી બનાવો અને રસગુલ્લાને તેમા નાખીને પકાવી લો. હવે ડ્રાઈ ફ્રુટ્સ અને કેસર નાખીને સર્વ કરો.