રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. સુરત ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (13:28 IST)

Corona Virus Test- ગુજરાતના કયા શહેરમાં પાનના ગલ્લા અને ચાની લારીવાળાના કરાઇ રહ્યા છે કોરોનાના ટેસ્ટ?

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં અત્યારે સુરતમાં કોરોનાના દૈનિક કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સુરત કોર્પોરેશને સુપર સ્પ્રેડરોને શોધવા કવાયત શરૂ કરી છે. રોજિંદા ટેસ્ટિંગ કરાઈ રહ્યા છે. અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના ટેસ્ટીંગ કરવામાં આવી છે. આજે પાનના ગલ્લા અને ચાની લારીવાળાના ટેસ્ટ કરાઈ રહ્યા છે. કોરોનાને નાથવા મનપા મથામણ કરી રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે ગઈ કાલે રાજ્યમાં નવા 1326 કેસ નોંધાયા હતા. જ્યારે તની સામે 1205 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ રાજ્યમાં કુલ 15 લોકોના કોરોનાથી મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 4, સુરતમાં 4, સુરત શહેરમાં 2, ભરુચમાં 1, ભાવનગરમાં 1, રાજકોટ શહેરમાં 1, વડોદરા 1 અને વડોદરા શહેરમાં 1નું મોત થયું છે. ગઈ કાલે સુરત શહેરમાં સૌથી વધુ 175 કેસ નોંધાયા છે. જેની સામે 185 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ પછી અમદાવાદ શહેરમાં 151 કેસ નોંધાયા હતા. જેની સામે 135 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ પછી સુરત ગ્રામ્યમાં 106 કેસ નોંધાયા હતા, તો 115 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ પછી જામગનગર શહેરમાં 99 કેસ નોંધાયા હતા. તો 109 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ રાજકોટ શહેરમાં 99 કેસ નોંધાયા હતા. જેની સામે 101 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.