સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. રાજકોટ ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (13:20 IST)

રાજ્યસભાના ભાજપના સાંસદ અભય ભારદ્વાજને ફેફસાંમાં તકલીફ થતા વેન્ટિલેટર પર રખાયા

રાજકોટમાં  કોરોનાના કેસની સંખ્યા 149 એટલે કે 150ની નજીક આવી છે. બીજી તરફ 24 કલાકમાં 31 પોઝિટિવ દર્દીઓનાં મોત નીપજ્યા છે. જેા કે તે પૈકી કેટલા પાછળ કોવિડ કારણભૂત છે તે ડેથ ઓડિટ કમિટી નક્કી કરશે. ગ્રામ્ય વિસ્તારના 654 દર્દી સારવાર હેઠળ છે અને કુલ કેસ 2230 નોંધાયા છે. શહેરમાં કુલ કેસ 4538 છે, જ્યારે 1464 દર્દી સારવાર લઈ રહ્યા છે. આ સાથે રાજકોટમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 6768 થયો છે. રાજ્યસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજ છેલ્લા 16 દિવસથી કોરોનાની સારવાર સિવિલ હોસ્પિટલમાં લઇ રહ્યા છે. સારવાર દરમિયાન અચાનક તેમને ફેફસાંમાં તકલીફ થતા છેલ્લા 48 કલાકથી તેમને વેન્ટિલેટરથી કુત્રિમ શ્વાસ આપવામાં આવી રહ્યા છે. ભારદ્વાજની તબિયત ખરાબ થતાં ખાનગી હોસ્પિટલના ડોક્ટર સિવિલ હોસ્પિટલમાં આવી સારવાર આપી રહ્યા છે. બીજી તફર પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કશ્યપ શુક્લ અને તેમના ભાઇ તેમજ મેયરના પી.એ.નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા અને ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા ઉદ્યોગોમાં કોરોના પેાઝિટિવ દર્દીઓને શોધીને તેઓની શુશ્રૂષા કરવામાં આવશે. ઉદ્યોગોમાં જ્યાં જ્યાં પણ શરદી, ઉધરસ કે તાવના દર્દીઓ જોવા મળે તેઓના કોરોનાના નિદાન માટે ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, આજી અને ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 700થી વધુ ઉદ્યેાગો કાર્યરત છે. એન્જિનિયરિંગ અને ફૂડ પ્રોસેસિંગ સહિતના ઉદ્યોગોમાં અંદાજે 12000 જેટલા સ્થાનિક અને પરપ્રાંતીય કર્મચારીઓ કામ કરે છે. આ તમામ કર્મચારીઓના સ્વાસ્થ્યની ચકાસણી અને આવશ્યક્તા અનુસાર સારવાર કરવામાં આવશે અને જરૂર પડે તે કર્મચારીઓના કોરોના ટેસ્ટ પણ કરશે. પોઝિટિવ આવેલા દર્દીઓની સારવાર પણ કરવામાં આવશે.