1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
  4. Dashama Vrat

Dashama Vrat 2026- દશામાં ના વ્રત ક્યારે છે

Dashama Vrat
દશામા વ્રત એ ગુજરાત અને દીવમાં મુખ્યત્વે ઉજવાતો 10 દિવસીય હિન્દુ તહેવાર છે, જે અષાઢ મહિનાની

વદ અમાસથી શરૂ થઈને શ્રાવણ સુદ નોમ સુધી ચાલે છે. આ વ્રત દરમિયાન માતાજીની પૂજા, વ્રતકથાનું શ્રવણ અને દસ ગાંઠવાળો દોરો હાથમાં બાંધવાનું વિશેષ મહત્વ છે. વર્ષ 2026માં દશામા વ્રતની શરૂઆત 12 ઓગસ્ટ, બુધવાર (અષાઢ વદ અમાસ) થી થશે અને 21  ઓગસ્ટ, શુક્રવાર (શ્રાવણ સુદ નોમ)ના રોજ વ્રતનું સમાપન થશે. આ વ્રત સતત 10 દિવસ સુધી કરવામાં આવે છે. 
વર્ષ 2026માં દશામા વ્રતની શરૂઆત 12 ઓગસ્ટ, બુધવાર (દિવાસો/અષાઢી અમાસ)ના રોજ થશે અને તેનું સમાપન 21 ઓગસ્ટ, શુક્રવાર (શ્રાવણ સુદ નોમ)ના રોજ થશે. આ પવિત્ર વ્રત સતત 10 દિવસ સુધી કરવામાં આવે છે અને તેની શરૂઆત અષાઢી અમાસના દિવસે થાય છે. આ દરમિયાન ભક્તો માતા દશામાની પૂજા-અર્ચના, વ્રતકથાનું શ્રવણ અને દસ ગાંઠવાળો પવિત્ર દોરો બાંધીને સુખ-સમૃદ્ધિ અને કષ્ટ નિવારણની પ્રાર્થના કરે છે.

દશામા વ્રતનું મહત્વ

દશામા માતા દુર્ગાનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે.
જીવનમાં આવતા દુર્ભાગ્ય, ગ્રહદોષ અને અડચણો દૂર કરવા માટે આ વ્રત કરવામાં આવે છે.
પરિવારની સુખ-શાંતિ, સંતાનની પ્રગતિ અને સમૃદ્ધિ માટે માતાજીની આરાધના કરવામાં આવે છે.
શ્રદ્ધા અને નિયમપૂર્વક કરાયેલ વ્રતથી મનોકામનાઓ પૂર્ણ થાય છે એવી લોકમાન્યતા છે.

વ્રત વિધિ
અષાઢ વદ અમાસના દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો.
ઘરના મંદિર અથવા પૂજાસ્થળે દશામા માતાની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરો.
કળશ સ્થાપન કરીને માતાને કંકુ, અક્ષત, ફૂલ, નાળિયેર અને પ્રસાદ અર્પણ કરો.
દસ ગાંઠવાળો પવિત્ર દોરો (નારો) માતાજીને અર્પણ કરીને પછી હાથમાં બાંધવામાં આવે છે.
દરરોજ દીવો પ્રગટાવી દશામા માતાની આરતી અને વ્રતકથાનું શ્રવણ અથવા પાઠ કરવો.
વ્રત દરમિયાન સાત્વિક આહાર લેવો અને નિયમોનું પાલન કરવું.

ઉદ્યાપન (સમાપન)

 
શ્રાવણ સુદ નોમના દિવસે વિશેષ પૂજા, આરતી અને પ્રસાદ સાથે વ્રતનું ઉદ્યાપન કરવામાં આવે છે. ઘણા ભક્તો આ દિવસે દાન-પુણ્ય કરે છે અને હાથમાં બાંધેલો દોરો વિધિપૂર્વક ઉતારીને માતાજીને અર્પણ કરે છે.
 

દશામા વ્રતમાં શું ચઢાવવું?

કંકુ અને અક્ષત
લાલ અથવા પીળા ફૂલ
નાળિયેર
ફળ
સુખડી, લાપસી અથવા અન્ય સાત્વિક પ્રસાદ
દસ ગાંઠવાળો નારો
ઘીનો દીવો અને અગરબત્તી
 
દશામા વ્રત શ્રદ્ધા, સંયમ અને ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે. ભક્તોનો વિશ્વાસ છે કે માતા દશામાની કૃપાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે.
આગળનો લેખ
Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર