રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023 (11:52 IST)

Pitru Paksha 2023 : પિતૃ પક્ષમાં જરૂર કરો આ 5 કામ, મોટા મોટા સંકટો ટળી જશે

pitru paksha
પિતૃ પક્ષ શરૂ થઈ ચુક્યો છે અને આ 6 ઓક્ટોબર સુધી ચાલશે.  એવુ કહેવાય છે કે પિતૃપક્ષના દિવસોમાં આપણા પૂર્વજો પૃથ્વી પર આવે છે. તેમને તેમના વંશજ સન્માનજનક રીતે તર્પણ અને શ્રાદ્ધ દ્વારા ભોજન અને જળ અર્પિત કરે છે. તેથી પિતૃપક્ષને કર્જ ઉતારવાનો સમય માનવામાં આવે છે. આ દિવસે આ 5 કામ કરી લઈએ તો મોટામાં મોટા સંકટો ટળી જશે. તો આવો જાણીએ કયા છે એ કામ ?
 
દાન  
 
પિતૃ  પક્ષ દરમિયાન દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે ગરીબ વ્યક્તિને ચંપલ, કપડાં, છત્રી, કાળા તલ, ગોળ, ઘી, મીઠું, ચાંદી, સોનું, ગાય વગેરે જેવી તમારી ક્ષમતા અનુસાર કોઈપણ વસ્તુનું દાન કરી શકો છો. એવું માનવામાં આવે છે કે પિતુ પક્ષમાં વંશજો દ્વારા કરવામાં આવેલા દાનથી પૂર્વજોને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને તેઓ તેમના બાળકોથી ખૂબ ખુશ રહે છે.  image 4 and 5 
 
ગીતાનો પાઠ 
 
એવું કહેવાય છે કે જો ગીતાનો પાઠ પૂર્વજો માટે વાંચવામાં આવે છે, તો તેઓ નરકની યાતનાઓમાંથી મુક્તિ મેળવે છે અને તેઓ શ્રી હરિના ચરણોમાં સ્થાન મેળવે છે. તેથી શ્રાદ્ધના દિવસોમાં, તમારા પૂર્વજોના મોક્ષ માટે ગીતાના બીજા અને સાતમા અધ્યાયને ચોક્કસપણે વાંચો. જો તેઓ કષ્ટોમાંથી મુક્ત થશે તો ચોક્કસ રૂપે તેમની કૃપા  તમારા પર વરસશે. 
 
પીપળાનો છોડ લગાવો 
 
પિતૃ પક્ષ દરમિયાન પીપળાનો છોડ લગાવો. એવું કહેવામાં આવે છે કે જેમ જેમ છોડ વધે છે, પૂર્વજોની સમસ્યાઓ દૂર થાય છે. પીપળ પૂર્વજોને મુક્ત કરી શકે છે. જો છોડ ન લગાવી શકાય, તો નિયમિતપણે સ્ટીલના વાસણમાં દૂધ, પાણી, કાળા તલ, મધ અને જવ મિક્સ કરીને પીપળાના મૂળને અર્પણ કરો. જળ અર્પણ કરતી વખતે 'ઓમ પિતૃભ્ય: નમ: મંત્રનો જાપ કરો. 
 
પિતરોના નામનો દિવો પ્રગટાવો 
 
પિતૃ પક્ષ દરમિયાન, પૂર્વજો માટે ઓછામાં ઓછો એક દીવો દક્ષિણ દિશામાં પ્રગટાવવો જોઈએ. આ ઉપરાંત તમે પીપળાના ઝાડ નીચે પણ દીવો પ્રગટાવી શકો છો. આ દીવો પૂર્વજોને પણ સમર્પિત છે. આવુ કરવાથી, તમારા પિતૃઓને લાગે છે કે તેમના ગયા પછી પણ તમે તેમને યાદ કરો છો. આ તેમને ઘણો સંતોષ મળે છે. 
 
તર્પણ કરો
 
તમારે ફક્ત તમારા પૂર્વજોને જ નહીં, પણ દેવતાઓ, ઋષિઓ, દિવ્ય પુરૂષો, યમ અને પૂર્વજોના દેવ અર્યમા માટે  પણ તર્પણ કરોરો.  આ સિવાય તમારા પરિવાર ઉપરાંત જો તમારી માતાના પરિવારના લોકો પણ દેવલોકમાં ગયા હોય તો તેમનું શ્રાદ્ધ કરો..