રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : બુધવાર, 20 સપ્ટેમ્બર 2023 (09:25 IST)

Pitru shradh 2023- ક્યાં દિવસે કયું શ્રાદ્ધ, દેહવસાનની તિથિ ખબર ન હોય તો

pitru shradh 2023
Pitru shradh 2023- પિતરોના પૂજનનો પર્વ સોળ શ્રાદ્ધ આ વખતે શુભ સંયોગ લઈને આવ્યુ  છે. વર્ષ 2023 માં, પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બર 2023 (શુક્રવાર) થી 14 ઓક્ટોબર 2023 સુધી. આ દરમ્યાન તેમના આશીર્વાદ મળશે. પૂજનથી પિતૃ દોષથી મુક્તિ મળશે . 16માંથી 5 દિવસ વિશેષ શુભ ફળદાયી સંયોગ બનશે. 
 
ક્યાં દિવસે કયું શ્રાદ્ધ 
પંડિતો મુજબ જો પૂર્વજોના દેહવસાનની તિથિ ખબર ન હોય તો કેટલીક  તિથિ નિશ્ચિત કરેલ છે જેમાં તેમના નામના શ્રાદ્ધ કરી શકાય છે. 
 
પ્રતિપદા શ્રાદ્ધ-  29 સપ્ટેમ્બરે  પ્રતિપદા શ્રાદ્ધ છે. આ તિથિ પર નાના-નાનીના પરિવારમાં કોઈ શ્રાદ્ધ કરવાવાળા ન હોય અને મૃત્યુની તિથિ જ્ઞાત ન હોય તો તેમનું  શ્રાદ્ધ કરી શકાય  છે.  
 
 
પંચમી- 4 ઓક્ટોબરે પંચમી કે કુંવારા શ્રાદ્ધ રહેશે. આ દિવસે એ લોકોનું શ્રાદ્ધ કરાય છે જેમનુ મોત અપરિણીત સ્થિતિમાં થયુ  છે. 
 
નવમી- 8   ઓક્ટોબરે  નવમીનું  શ્રાદ્ધ છે.એને માતૃ નવમી પણ કહેવાય છે. આ તિથિ માતાના શ્રાદ્ધ માટે શ્રેષ્ઠ માનવામાં આવે  છે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી કુળના બધા વડીલ મહિલાઓનું શ્રાદ્ધ થઈ જાય છે. 
 
એકાદશી શ્રાદ્ધ- 10  ઓક્ટોબરે એકાદશી અને દ્વાદશી તિથિ પર તે લોકોનો શ્રાદ્ધ કરવાનું  વિધાન છે,જે લોકોએ સન્યાસ લીધેલ હોય.
 
ચતુર્દશી શ્રાદ્ધ - 13  ઓક્ટોબરે  ચતુર્દશી પર તે પરિવારજનોનું શ્રાદ્ધ કરાય છે જેનું  અકાળ મૃત્યુ થઈ ગયુ હોય. . 
 
સર્વપિતૃ અમાવસ્યા- સર્વપિતૃ અમાવસ્યા 14  ઓક્ટોબરે ના રોજ શ્રાદ્ધ કરવાથી જાણતા અજાણતા રહી ગયેલા બધા પિતૃઓનું શ્રાદ્ધ થઈ જાય છે.   .     
 
 
પૂર્ણિમા શ્રાદ્ધ - 29 સપ્ટેમ્બર 2023.
પ્રતિપદા અને દ્વિતિયા - 30 સપ્ટેમ્બર 2023.
બીજનું શ્રાદ્ધ - 1 ઓક્ટોબર 2023.
ત્રીજનું શ્રાદ્ધ - 2 ઓક્ટોબર 2023.
ચોથનું શ્રાદ્ધ - 3 ઓક્ટોબર 2023.
પાંચમનું શ્રાદ્ધ - 4 ઓક્ટોબર 2023.
છઠ્ઠનું શ્રાદ્ધ - 5 ઓક્ટોબર 2023.
સાતમનું શ્રાદ્ધ - 6 ઓક્ટોબર 2023.
આઠમનું શ્રાદ્ધ- 7  ઓક્ટોબર 2023.
નવમીનું શ્રાદ્ધ-   8 ઓક્ટોબર 2023.
દશમી નું શ્રાદ્ધ-  9  ઓક્ટોબર 2023.
એકાદશીનું શ્રાદ્ધ- 10  ઓક્ટોબર 2023.
બારસનું શ્રાદ્ધ- 11  ઓક્ટોબર 2023.
તેરસનું શ્રાદ્ધ- 12  ઓક્ટોબર 2023.
ચતુર્દશી નું શ્રાદ્ધ-  13 ઓક્ટોબર 2023.
સર્વપિતૃ અમાવસ્યાનું શ્રાદ્ધ- 14  ઓક્ટોબર 2023.