ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 15 ઑક્ટોબર 2022 (12:01 IST)

કોંગ્રેસ ચૂંટણી જીતવા સોગંદના ભરોસે, ઉત્તર ગુજરાતની ત્રીજી બેઠક પર ઉકળતા ચરુ જેવી સ્થિતિ

congress
ગુજરાત વિધાનસભા પહેલા જ ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. કેટલીક બેઠકો પર ટિકિટને લઈને મામલો ગરમાયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતની કેટલીક બેઠકો પર ધમાસાણ મચ્યું છે. રાધનપુર-સિઘ્ઘપુર બાદ હવે આજે ચાણસ્મા વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી સ્થાનિક ઉમેદવાર મૂકવામાં આવે તેવી માંગ કરાઈ છે. આ સાથે સમગ્ર ચાણસ્મા વિધાનસભાના ચાર તાલુકાના કોંગ્રેસના ચાલુ હોદ્દેદારો સહિત હારેલ જીતેલ તમામ આગેવાનીની હાજરીમાં સંમેલન સાથે સ્થાનિક ઉમેદવાર માટે ટિકિટ માંગ સાથે શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ બેઠક પર વર્ષોથી આયાતી ઉમેદવાર મુકવામાં આવે છે.

જેથી આ વખતે સ્થાનિક ઉમેદવાર મુકવામાં આવે તેવી ઉઠી માંગ ઉઠી છે. પાટણ જિલ્લાની ચાર વિધાનસભા સીટ પૈકી રાધનપુર, સિદ્ધપુર સીટ પર સ્થાનિક ઉમેદવારને લઇ ઉકળતા ચરું જેવી સ્થિતિ રાજકીય પાર્ટીઓમાં જોવા મળી રહી છે. ત્યારે આજે ચાણસ્મા વિધાનસભા સીટ પર કોંગ્રેસ આગેવાન કાર્યકરો દ્વારા સ્થાનિક ઉમેદવારની માંગને લઇ હારીજ તાલુકાના નવરંગપુરા ગામ ખાતે શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.આ સંમેલનમાં ચાણસ્મા સીટ પરના કોંગ્રેસના પીઢ આગેવાનો, કાર્યકરો સાથે દરેક સમાજના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ સીટ પર વર્ષોથી આયતી ઉમેદવાર મુકવામાં આવે છે. જેને લઈ આ સીટ પર કોંગ્રેસને હારનો સામનો કરવો પડે છે. ત્યારે આગામી ચૂંટણીમાં કોગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક ઉમેદવાર મુકવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. અને સાથે જ ચીમકી પણ આપવામા આવી કે, જો સ્થાનિક ઉમેદવાર નહિ મૂકવામાં આવે તો આગામી ચૂંટણીમાં કોગ્રેસ પાર્ટીને ભોગવવું પડશે તેવા સૂર ઉઠવા પામ્યો છે.તો સાથે આ સંમેલનમાં આ બેઠક પરના 16 દાવેદારો દ્વારા જાહેરમાં શપથ લેવડાવામાં આવ્યા હતા અને દાવેદારોમાંથી કોઈ તૂટશે તો તેને ગોગા મહારાજના સોગંધ લેવડાવામાં આવ્યા હતા. ત્યારે જ્યારે જ્યારે ચૂંટણીનું રણશિંગુ ફૂંકાય છે, ત્યારે ઉત્તર ગુજરાતની અનેક બેઠકો પર વિરોધના વંટોળ ઉભા થાય છે અને કોંગ્રેસ તૂટે છે. ત્યારે હવે ચાણસ્મા વિધાનસભા સીટ પર આગામી ચૂંટણીમાં શુ નવા જૂની થાય છે તે જોવાનું રહ્યું.