રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 ડિસેમ્બર 2019 (12:04 IST)

શિયાળો જામ્યોઃ નલિયા પછી ડીસા રાજ્યમાં બીજુ સૌથી ઠંડુ શહેર બન્યું

ઉત્તર ગુજરાતનું લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી ઘટીને 12.5 ડિગ્રી થઇ ગયું છે. આ સાથે નલિયા પછી ડીસા રાજ્યમાં બીજુ સૌથી ઠંડુ શહેર બની ગયું છે. ઉલ્લેખનીય છે કે, વાદળો હટવાની સાથે જ ઠંડીનો ચમકારો શરૂ થયો હોય તેમ બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 5.7 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી બે દિવસ બાદ ઠંડીનું પ્રમાણ વધશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસરના પગલે ઉ.ગુ.માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ થઈ ગઈ છે. રવિવારે ડીસામાં દિવસનું મહત્તમ તાપમાન 28.3 ડિગ્રી નોંધાયું હતું, જે શનિવાર કરતાં એક ડિગ્રી ઘટયું છે. જ્યારે લઘુત્તમ તાપમાનનો પારો 12.5 ડિગ્રી સાથે 3.1 ડિગ્રી ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં સૌથી નીચુ તાપમાન નલિયામાં 8.2 ડિગ્રી બાદ ડીસા 12.2 ડિગ્રી નોંધાયું હતું. મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેતાં લોકો વહેલી સવાર અને સાંજના સમયે ગરમ કપડાંમાં લપેટાયેલા જોવા મળ્યા હતા.