રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : રવિવાર, 7 એપ્રિલ 2024 (10:20 IST)

Weather Updates- તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચ્યો

Weather
Weather news- ગુજરાતમાં ફરીથી ગરમીનો પ્રકોપ વધ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને ગાંધીનગરમાં 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
 
દિલ્હી NCRમાં ગરમી પોતાનો પ્રકોપ દેખાડવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 10 એપ્રિલથી દિલ્હી NCRમાં હવામાન બદલાવા જઈ રહ્યું છે. IMDએ માત્ર દિવસના જ નહીં પરંતુ સવારના તાપમાનમાં પણ નોંધપાત્ર ફેરફારની આગાહી કરી છે. મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.

જેમા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠના વિસ્તારમાં ભેજ અને ગરમ હવાના કારણે ડિસકમ્ફોર્ટ કન્ડિશન રહેશે. આ સાથે ગુજરાતમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે.

ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે. જોકે, તાપમાનમાં મોટા ફેરફારોની શક્યતાઓ ન હોવાથી તાપમાન વધારે ઊંચું નહીં જવાની આગાહી પણ દર્શાવવામાં આવી છે.

 અમરેલી, મહુવા, કેશોદ અને દીવમાં મહત્તમ તાપમાન સૌથી ઊંચું 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.