ગુજરાતમાં બે દિવસ યલો એલર્ટ, તાપમાન 40 થી વધુ જવાની શક્યતા
heatwave forecast in Gujarat- બુધવારે બપોરે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહીમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન મુખ્યત્વે ડ્રાય રહેશે.
ભારતીય હવામાન વિભાગ સામાન્ય રીતે હીટવેવ ત્યારે જાહેર કરે છે જ્યારે સ્ટેશનનું મહત્તમ તાપમાન ખુલ્લાં મેદાનોમાં 40 ડિગ્રી અથવા તેનાથી વધી જાય અને પર્વતીય પ્રદેશો માટે ઓછામાં ઓછું 30 ડિગ્રી અથવા વધુ હોય.
હવામાન વિભાગે આજે (28 માર્ચ) ઉષ્ણ લહેર અને ગરમ રાતની ચેતવણી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે, કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ અને રાજકોટમાં ઉષ્ણ લહેર એટલે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે.
29 તારીખને શુક્રવારની વાત કરીએ તો, બનાસકાંઠા અને અમદાવાદમાં હીટવેવ અને ગરમ રાતની પણ ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.
કેટલાક વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રીની ઉપર પહોંચી ગયું છે. તેમજ, પવન પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ દિશામાં ફૂંકાઈ રહ્યો છે જેના કારણે આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટ વેવની સંભાવના છે. રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી ગરમી યથાવત રહેશે. તેમજ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.
ગુજરાતમાં, ઘણા જિલ્લાઓમાં દિવસનો પારો સામાન્ય કરતા વધારે નોંધાયો હતો, પરંતુ રાજકોટ (39.3 ડિગ્રી સેલ્સિયસ), કચ્છ (38 ડિગ્રી), અમદાવાદ (37.3 ડિગ્રી), અમરેલી (36.6 ડિગ્રી), ભાવનગર (36.6 ડિગ્રી) અને પોરબંદર (37.5 ડિગ્રી) માં પહેલેથી જ ખાસ કરીને ઉચ્ચ તાપમાન નોંધાયું હતું.