સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 માર્ચ 2021 (17:45 IST)

શુ ગુજરાતમાં લાગી શકે છે લોકડાઉન ? જાણો શુ બોલ્યા CM વિજય રૂપાણી

ગુજરાતમાં કોરોનાના વધતા ખતરા વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યુ છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે ગુજરાત સહિત દેશમાં કોરોનાના મામલામાં સતત તેજી જોવા મળી રહી છે. તેથી ગુજરાતમાં કોરોના પર કાબુ મેળવવા માટે વેક્સીનેશન વધારવાનો નિર્ણય કર્યો છે. એટલુ જ નહી લોકોમાં ચાલી રહેલ લોકડાઉનના ડર અંગે તેમણે ગુરૂવારે સ્પષ્ટ કરી દીધુ કે ગુજરાતમાં હાલ લોકડાઉન લાગવાની કોઈ યોજના નથી. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે ગુજરાતમાં રોજ દોઢ લાખ લોકોને ટીકો આપવામાં આવી રહ્યો છે. જેને વધારીને 3 લાખ કરવાનુ ટારગેટ રાખવામાં આવ્યુ છે. પણ ગુજરાતમાં કોરોનાના દૈનિક મામલામાં સતત વધારો નોંધવામાં આવી રહી છે.  કોરોના પર કાબુ મેળવવા માટે પરીક્ષણની સંખ્યા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  સાથે જ આરટીપીસીઆર ટેસ્ટને વધારવાની વાત કહેવામાં આવી છે. 
મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ કહેવુ છે કે ફેબ્રુઆરીમાં કોરોનાના દૈનિક મામલામાં નોંધવામાં આવનારા ઘટાડા પછી લોકો કોરોનાને લઈને બેદરકાર થઈ ગયા હતા. જે કારણે હવે દૈનિક 1100 સુધી મામલા સામે આવવા માંડ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે રાજ્યમાં હાલ લોકડાઉનની કોઈ યોજના નથી અને આવનારા દિવસોમાં પણ લોકડાઉન લાગૂ કરવાની કોઈ યોજના નથી. તેમણે વિશ્વાસ અપાવતા કહ્યુ કે લોકોએ પરેશાન થવાની જરૂર નથી.  આપણે પહેલા પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ ચુક્યા છે. 
 
એટલુ જ નહી તેમણે ગુજરાતમાં ચાલી રહેલ શાળા કોલેજને લઈને કહ્યુ કે શાળા-કોલેજો વિશે આજે અમે બેઠકમાં નિર્ણય કર્યો છે કે આગામી 10 એપ્રિલ સુધી ઓફલાઈન શાળા-કોલેજ બંધ રહેશે.   
 
આ સાથે જ પીએમ મોદે સાથે થનારી વર્ચુઅલ બેઠકમાં સીએમ રૂપાણીએ જણાવ્યુ કે રાજ્યના ચાર મહાનગરોમાં 31 માર્ચ સુધી રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાગુ રહેશે.  કોરોના પર કાબુ મેળવવા માટે રેલવે સ્ટેશન અને હવાઈ મથક પર આવનારા મુસાફરોની તપાસ ચુસ્ત કરી દીધી છે.  આ દરમિયાન જેમને કોરોનાના લક્ષણ દેખાય તેમને તત્કાલ જરૂરી ઉપચાર સુવિદ્યા આપવામાં આવી રહી છે.  બેઠકમાં એવુ પણ આશ્વાસન આપવામાં આવ્યુ કે કોરોના પર કાબુ મેળવવા માટે કેન્દ્ર દ્વારા રજુ દિશા-નિર્દેશોને દેશમા સારી રીતે લાગુ કરવામાં આવશે.