કોરોના ટેસ્ટના ડરથી ત્રણ દિવસમાં 2500થી વધુ લોકો મુસાફરી ટાળી, તેજસ, શતાબ્દી જેવી ટ્રેનોની ટ્રિપમાં 50% ખાલી
દેશભરમાં કોરોના કેસ ફરીથી વધવા લાગ્યા છે. ઘણા રાજ્યોમાં પોતાના ત્યાં પ્રવેશ માટે ટેસ્ટ ફરજિયાત કરી દીધા છે. તેના ડરથી લોકો મુસાફરી ટાળી રહ્યા છે. ગત ત્રણ દિવસમાં અઢી હજારથી વધુ લોકો પોતાની મુસાફરીને ટાળી ચૂક્યા છે. તેમણે કોરોના ટેસ્ટ અને કોરોન્ટાઇનનો ડર સતાવી રહ્યો છે. ટ્રેનોના એસી કોચમાં ગત વર્ષથી ધાબળા બંધ છે.
આઇઆરસીટીસીની અમદાવાદ-મુંબઇ તેજસ એક્સપ્રેસ હોળી ફેસ્ટિવલને ધ્યાનમાં રાખતાં ફરીથી દોડાવવામાં આવી હતી, પરંતુ આશા અનુસાર મુસાફરો મળી રહ્યા નથી. તેની ચેર કાર અને એક્ઝિક્યૂટિવ ક્લાસની 50 ટકા સીટો ખાલી છે. દરેક ટ્રિપ 300થી 400 સીટ ખાલી છે. આ ઉપરાંત શતાબ્દી કર્ણાવતી અને ડબલડેકર સહિત અન્ય પ્રીમિયમ ટ્રેનો પણ ખાલી ચાલી રહી છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે લોકો પોતાની ટિકીટ કેન્સલ કરાવી રહ્યા છે. ટ્રેનોમાં વેટિંગ ઘટી રહ્યું છે.
એક મુસાફરે જણાવ્યું હતું કે કોરોનાના લઇને ફરીથી ભય વધી રહ્યો છે. લોકડાઉન લાગવાની ચર્ચા પણ છે. તપાસ પણ થઇ રહી છે, એટલા માટે પોતાની ટિકિટ રદ કરી દીધી છે. 24 માર્ચના રોજ સુરતથી અમારી ટિકીટ હતી.
તો અન્ય યાત્રીએ જણાવ્યું હતું કે કોલ્હાપુર જવા માટે અમારી ત્રણ ટિકીટ હતી, પરંતુ સ્થિતિને જોતા હાલ ન જવાનો નિર્ણય લીધો છે. આશા છે કે એપ્રિલ સુધી બધુ સામાન્ય થઇ જશે. ત્યાર જવાનું વિચારી રહ્યા છે.
ટ્રેનોમાં પહેલાં જે ભારે વેટિંગ હતું તે ઓછું થઇ ગયું છે. તેનાથી ખબર પડે છે કે લોકો પોતાની ટિકીટ રદ કરાવી રહ્યા છે. જ્યાં ગત વર્ષે હોલીના તહેવારના બે અઠવાડિયા પહેલાં ટ્રેનોમા6 વેટિંગ 250 થી 300 હતું તે આ વર્ષે હોળી પર ઉત્તર ભારતની ટ્રેનોમાં વેટિંગ સામાન્ય છે. એટલે કે 50થી પણ ઓછું છે. મોટાભાગે વેટિંગ 70 આસપાસ છે. તાપી ગંગામાં માત્ર 45 વેટિંગ છે. આ પ્રકારે મોટાભાગની ટ્રેનોમા6 ઓછું વેટિંગ ચાલી રહ્યું છે.