અંબાજી પ્રસાદ મુદ્દે વિધાનસભામાં હોબાળો, કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા
અધ્યક્ષે કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો BBCની ચર્ચામાં નહીં જોડાવા માટે આ પ્રકારનો હોબાળો કરે છે
અંબાજી ભાજપના ઉપપ્રમુખનું પોતાના પદેથી રાજીનામું
યાત્રાધામ અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો મુદ્દો વધુ વકરી રહ્યો છે. આજે ભાજપના ઉપપ્રમુખે કોઈપણ નેતા કે મંત્રી સ્પષ્ટ જવાબ ન આપતા પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ પ્રસાદનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉછળ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લેકાર્ડ બતાવીને સુત્રોચ્ચાર કરતાં હોબાળો થયો હતો.
અધ્યક્ષે કહ્યું કોંગ્રેસ BBCની ચર્ચામાં નહીં જોડાવા હોબાળો કરે છે
વિધાનસભામાં પ્રસાદના મુદ્દે પ્લેકાર્ડ બતાવીને સુત્રોચ્ચાર કરનારા કોંગ્રેસના ધારાસભ્યોએ અધ્યક્ષે એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતાં. અધ્યક્ષે કહ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો BBCની ચર્ચામાં નહીં જોડાવા માટે આ પ્રકારનો હોબાળો કરે છે. બીજી તરફ ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ કહ્યું હતું કે, મને આપેલો મોહનથાળ ખાદ્ય છે કે અખાદ્ય અથવા તો તેમાં ઝેર હોય તો તેની તપાસ થવી જોઈએ.
અંબાજીમાં ભાજપના ઉપપ્રમુખનું રાજીનામું
બીજી તરફ અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ કરાયાનો વિવાદ હજી વધુ વધવાની તૈયારીઓમાં છે.અંબાજી ભાજપના ઉપપ્રમુખ કે પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. અંબાજી ભાજપના ઉપપ્રમુખ એ જણાવ્યું હતું કે, છેલ્લા આઠ દિવસથી માતાજીના રાજભોગ અને મોહનથાળ માટે અમે લડત ચલાવી રહ્યાં છીએ. ત્યારે મને એમ હતું કે, અધિકારી કે પદાધિકારીની કોઈ સૂચના આવશે કે એમનો કોઈ નિર્ણય આવશે. પરંતુ આજ દિવસ સુધી કોઈ પદાધિકારીએ કે કોઈ મંત્રીએ અમારો સંપર્ક કર્યો નથી. તો ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકાથી હું ખુબજ દુઃખી છું.