રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 ઑગસ્ટ 2021 (10:46 IST)

કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, હવે 5 સપ્ટેમ્બરના રોજ નહી આવે PM મોદી

કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન અમદાવાદ જિલ્લાના સાણંદના શહેર પાસે નિધરાડ ગામમાં પોષણ અભિયાન હેઠળ મિઠાઇ વહેંચવાના એક કાર્યક્રમમાં ભાગ બનશે. આ અભિયાન 2022 સુધી ચાલશે. કેંદ્ર સરકારની આ યોજનાનો હેતું દેશમાંથી કુપોષણ મુક્ત કરવાનો છે. તમને જણાવી દઇએ કે 5 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના હતા. તે અહીં પીએમ મોદી સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેક્ટ હેઠળ લોકાર્પણ કરવાના હતા. જોકે હવે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. હવે તે વર્ચુઅલી આ કાર્યક્રમમાં સામેલ થશે. 
 
અમિત શાહ ગુજરાતના પ્રવાસ પર વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરશે. ખાસકરીને અમદાવાદ જિલ્લા તથા પોતાના લોકસભા ક્ષેત્રમાં થયેલા વિકાસ કાર્યોનું નિરિક્ષણ કરશે. અમિત શાહ શનિવારે સાંજે અમદાવાદ કલેક્ટર ઓફ્સિમાં જિલ્લાના વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિની બેઠકમાં સામેલ થશે. દિશાનો હેતુ જિલ્લાના વિકાસ કાર્યોને લઇને ધારાસભ્યો, સાંસદો અને વહિવટીતંત્ર વચ્ચે સારો તાલમેલ બેસાડવાનો છે, જેથી કામ સુચારૂ રૂપ ચાલે છે. આ બેઠકમાં ધારાસભ્યો, કોર્પોરેશન, નગર પાલિકાઓ અને જિલ્લા પંચાયતોના પ્રમુખ સામેલ છે. તે પોતાના ત્યાં થયેલા વિકાસ કાર્યો વિશે જણાવશે. તમને જણાવી દઇએ કે અમિત શાહ ગાંધીનગરથી સાંસદ છે. અમદાવાદ જિલ્લા તથા શહેરના ઘણા ભાગ તેમના મતવિસ્તારમાં આવે છે. 
 
અમિત શાહ 29 ઓગસ્ટના રોજ દક્ષિણ પશ્વિમ ક્ષેત્રમાં અમદાવાદ નગર નિગમ દ્વારા કરવામાં આવી રહેલા વિભિન્ન વિકાસ કાર્યોની સમીક્ષા બેઠકમાં સામેલ થશે. આ બેઠક બોડકદેવ કાર્યાલય પર રાખવામાં આવી છે. સોમવારે સવારે અમિત શાહ અમદાવાદના સાણંદ પાસે નિધરાડ ગામમાં પોષણ અભિયાન હેઠળ મિઠાઇ વહેચવાના એક કાર્યક્રમમાં સામેલ થશે.