વિશ્વમાં બાયોલોજિકલ વોર-સાયબર ક્રાઇમનું અઘોષિત વોર ચાલી રહ્યું છે તેને નજર અંદાજ કરી શકાય તેમ નથી - અમિત શાહ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી NFSUને મળેલા ગૌરવરૂપ સેન્ટર ઓફ એકસલન્સ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત વતી આભાર વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્રઢ બનાવવા સાથે ટેકનોસેવી રીતે સાયન્ટીફિક ઇન્વેસ્ટીગેશનની પહેલ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીને હવે રાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે.
તેમણે કહ્યું કે, કોઇપણ ક્રાઇમ-ગૂનાનું પ્રોપર ઇન્વેસ્ટીગેશન થાય, તેના આધાર ઉપર કન્વીકશન થાય અને ક્રાઇમ કંટ્રોલ થાય તે માટે આ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીની મહત્વની ભૂમિકા છે. હવે તેને રાષ્ટ્રીય દરજ્જો મળતાં દેશના અન્ય રાજ્યોને પણ તેનો લાભ મળશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે વિશ્વમાં બાયોલોજીકલ વોર, સાયબર વોર જેમ ડ્રગ્સ-નશીલા પદાર્થોનું પણ અઘોષિત યુદ્ધ ચાલી રહ્યું છે તેનો ભોગ આપણા યુવાઓ ન બને તે માટે ડ્રગ્સની હેરાફેરી કરનારા લોકોના મૂળ સુધી, તેમાં વપરાયેલા કેમિકલ્સની, ડ્રગ્સના જિયોગ્રાફિકલ ઓરિજીન સુધી પહોચવું તે સમયની માંગ છે તે નજર અંદાજ ન કરવું જોઇએ.
હવે, NFSUનું આ સેન્ટર ઓફ એકસલન્સ ફોર રિસર્ચ એન્ડ એનાલીસીસ ઓફ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એ દિશામાં આગવી પહેલ છે. ભારતનું યુવાધન નશાથી દુર રહે, નશામુક્ત ભારત બને તે માટે આ સેન્ટરનું નિર્માણ થવાથી તેનો લાભ આખા દેશને મળવાનો છે.