રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 ફેબ્રુઆરી 2020 (11:29 IST)

આજે ઉમિયાધામમાં શિલાન્યાસ પૂજન વિધિ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા સમારોહનું ઉદઘાટન

આજે ઉમિયાધામમાં શિલાન્યાસ વિધિ શરૂ 500 થી વધુ દંપતી જોડા શીલા ની પૂજા કરશે...ગર્ભગૃહ ની 10 ફૂટ નીચે સોનુ, ચાંદી, તાંબુ ,મોતી, હીરા અને ઝવેરાત નું 14 કિલો નું મિશ્રણ નાખવામાં આવશે 20 દાતા ઓના ઘરે થી આ એકત્રિત કરવામાં આવ્યું છે. એક સાથે 700 જેટલી  શિલાઓની વૈદિક મંત્રો થી પૂજન કરવામાં આવશે
 
- શિલાન્યાસ  શીલાની વિધિમાં 108 મુખ્ય દંપતી  પૂજા કરવા બેઠા
- બીજી તરફ તમામ શિલાન્યાસ પૂજન વિધિમાં  300 થી વધુ દંપતીઓ જોડાયા 
- શિલાન્યાસ પૂજા માં  8 શિલાઓ ની આગવી વિશેષતા છે
- નંદા શીલા ,ભદ્રા શીલા જયા શીલા ,પૂર્ણ શીલા ,અજિતા શીલા ,શુક્લા શીલા  સૌભાગીની શીલા મંદિરમાં હશે
- જર્મનના આર્કીટેકો પહોંચ્યા  શિલાયન્સ સમારોહ માં 
- વિશ્વના સૌથી ઊંચા મંદિર ની ડિઝાઇન ઇન્ડોર જર્મન ટેક્નોલોજી થી કરવામાં આવશે....
- જર્મન અને ભારતના આર્કીટેક મળીને સંયુક્ત રીતે મંદિર ની ડિઝાઇન તૈયાર કરવામાં આવશે
- મંદીર ની બનાવટમાં 5 વર્ષ લાગી શકે છે
- ભૂકંપ વાવાઝોડા પ્રુફ હશે આ ઉમિયાધામ મંદિર
- વિશ્વ ઉમિયાધામ મંદિર પેહલા ચલ મંદિર તૈયાર
- શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બને તે માટે તૈયાર કરાયું ચલ મંદિર
- વિશ્વ ઉમિયાધામ બનતા 5 વર્ષ સુધી સમય લાગતા તૈયાર કરાયું છે ચલ મંદિર

આજે વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ સમારોહનો બીજો દિવસ છે. આજે આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડે.સીએમ નિતીન પટેલ, કૌશિક પટેલ, પ્રદીપસિંહ જાડેજા, સૌરભ પટેલ પણ હાજર રહેશે. આ દરમિયાન પાટીદાર સમાજના ધારાસભ્યો, આગેવાનો પણ હાજર રહેશે.સવારે મંદિરમાં શિલાપૂજન સમારોહ યોજાયો હતો. આજે સાંજે 4થી 7 વાગ્યા સુધી ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દેશભરના સંતો – મહંતો ધર્મસભામાં હાજરી આપશે.