Heat Wave In Gujarat - હવામાન વિભાગે ગુજરાતના આ શહેરોમાં હીટ વેવની કરી આગાહી
રાજ્યમાં આકરી ગરમી યથાવત છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની અસર જોવા મળશે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત પોરબંદર, ગીર સોમનાથ, કચ્છમાં પણ ગરમીની અસર જોવા મળશે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ ગરમ પવનો સાથે હીટવેવથી પ્રભાવિત થશે.
રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રીની ઉપર પહોંચી ગયું છે. તેમજ, પવન પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ દિશામાં ફૂંકાઈ રહ્યો છે જેના કારણે આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટ વેવની સંભાવના છે. રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી ગરમી યથાવત રહેશે. તેમજ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.
હાલ રાજ્યના પોરબંદર અને ગીર સોમનાથમાં હિટ વેવનું વાતાવરણ નોંધાયું છે.સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ, અમરેલી અને દીવમાં હીટ વેવની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમના પવનોને કારણે રાજ્યમાં સામાન્ય તાપમાન કરતાં વધુ ગરમ થવાની ધારણા છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી હવામાન સૂકું રહેવાની પણ સંભાવના છે.