શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 માર્ચ 2021 (10:32 IST)

2 એપ્રિલના રોજ આમદવાદથી ચાલવાવાળી અમદાવાદ દરભંગા સાબરમતી સ્પેશિયલ પરિવર્તિત રૂટથી દોડશે

ઉત્તર પૂર્વીય રેલ્વેના મઉ જંકશન પર યાર્ડ રિમોડેલિંગના કાર્યને કારણે ટ્રેન નંબર 09165 અમદાવાદ - દરભંગા સાબરમતી સ્પેશિયલ 02 એપ્રિલ, 2021 ના રોજ તેના નિર્ધારિત માર્ગ શાહગંજ, મઉ, બલિયા અને છપરાના સ્થાને વારાણસી, ઔંડીયાર, ગાઝીપુર સિટી, બલિયા અને છપરા થઈને ચાલશે. આ ફેરફારોને ધ્યાનમાં રાખવા માટે મુસાફરોને અનુરોધ કરવામાં આવે છે.
 
મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદથી પસાર થતી વિવિધ સ્થળો વચ્ચે 08 સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારવાનો નિર્ણય કર્યો છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: -
 
ટ્રેન નં. 02929/02930 બાન્દ્રા ટર્મિનસ - જેસલમેર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ
ટ્રેન નં. 02929 બાન્દ્રા ટર્મિનસ - જેસલમેર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 7 મેથી 25 જૂન, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં. 02930 જેસલમેર - બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 8 મેથી 26 જૂન, 2021 સુધી લંબાવાયા છે.
 
ટ્રેન નં. 09027/09028 બાન્દ્રા ટર્મિનસ - જમ્મુતાવી સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ
ટ્રેન નં. 09027 બાન્દ્રા ટર્મિનસ - જમ્મુ જમ્મુ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 1 મેથી 26 જૂન, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં. 09028 જમ્મુ - બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 3 મેથી 28 જૂન, 2021 સુધી લંબાવાયા છે.
 
ટ્રેન નં. 09424/09423 ગાંધીધામ - તિરુનેલવેલી સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ
ટ્રેન નં. 09424 ગાંધીધામ - તિરુનેલવેલી સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 3 મેથી 28 જૂન, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં. 09423 તિરુનેલવેલી - ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 6 મેથી 1 જુલાઈ 2021 સુધી લંબાવાયા છે.
 
ટ્રેન નં. 09451/09452 ગાંધીધામ - ભાગલપુર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ
ટ્રેન નં.09451 ગાંધીધામ - ભાગલપુર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 7 મેથી 25 જૂન, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં.09452 ભાગલપુર - ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 10 મેથી 28 જૂન, 2021 સુધી લંબાવાયા છે.
 
ટ્રેન નં. 02905/02906 ઓખા - હાવડા સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ
ટ્રેન નં.02905 ઓખા - હાવડા સુપરફાસ્ટ સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 2 મેથી 27 જૂન, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં.02906 હાવડા - ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 4 મેથી 29 જૂન, 2021 સુધી વધારવામાં આવ્યા છે.
 
ટ્રેન નં. 09205/09206 પોરબંદર - હાવડા દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ
ટ્રેન નં.09205 પોરબંદર - હાવડા દ્રી-સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 5 મેથી 30 જૂન, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં.02906 હાવડા - પોરબંદર દ્રી-સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 7 મેથી 2 જુલાઈ, 2021 સુધી લંબાવાયા છે.
 
ટ્રેન નં. 05270/05269 અમદાવાદ - મુઝફ્ફરપુર સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ
ટ્રેન નં. 05270 અમદાવાદ - મુઝફ્ફરપુર સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 26 જૂન, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં. 05269 મુઝફ્ફરપુર - અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 24 જૂન, 2021 સુધી લંબાવાયા છે.
 
ટ્રેન નં. 05560/05559 અમદાવાદ - દરભંગા સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ
ટ્રેન નં.05560 અમદાવાદ - દરભંગા સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 2 જુલાઈ, 2021 સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નં.05559 દરભંગા - અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને 30 જૂન, 2021 સુધી લંબાવાયા છે.
 
ટ્રેન નંબર 02929, 09027, 09424, 09451, 02905, 09205, 05270 અને 05560નું બુકિંગ 28 માર્ચ 2021 ના ​​રોજ નિયુક્ત PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. ઉપરોક્ત તમામ ટ્રેનો ખાસ ભાડા પર સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે. મુસાફરો આ ટ્રેનોના સ્ટોપેજ અને જોડાણ અને ઓપરેટિંગ દિવસો વિશે વિસ્તૃત માહિતી મેળવવા માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકશે.