જીગ્નેશ મેવાણી મામલે કોર્ટે આસામ પોલીસની ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું
આસામની એક કોર્ટે ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મહિલા કોન્સ્ટેબલ પરના કથિત હુમલાના "નિર્મિત કેસ" માં ફસાવવાનો પ્રયાસ કરવા બદલ રાજ્ય પોલીસની આકરી ટીકા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટ્વીટના મામલે અસરમની એક અન્ય કોર્ટ દ્રારા જામીન આપ્યા બાદ તાત્કાલિક 25 એપ્રિલના રોજ અસમ પોલીસે "નિર્મિત" હુમલાના કેસમાં આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તે કેસમાં આસામની બારપેટાની કોર્ટે શુક્રવારે (29 એપ્રિલ) તેને જામીન આપતાં આ ટિપ્પણી કરી હતી.
આટલું જ નહીં, બારપેટા સેશન્સ કોર્ટે મેવાણીને જામીન આપતા તેના આદેશમાં ગૌહાટી હાઈકોર્ટ દ્રારા તાજેતરના દિવસોમાં રાજ્યમાં પોલીસના બળજબરી વિરૂદ્ધ એક અરજી પર વિચાર કરવાનો પણ અનુરોધ કર્યો છે.
સેશન્સ કોર્ટે ગૌહાટી હાઈકોર્ટને પણ વિનંતી કરી છે કે આસામ પોલીસને બોડી કેમેરા પહેરવા અને પોતાના વાહનોમાં સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ આપે જેથી કોઈ આરોપીને કસ્ટડીમાં લેવામાં આવે ત્યારે ઘટનાઓના ક્રમને રેકોર્ડ કરી શકાય.
સેશન્સ કોર્ટના જજ જસ્ટિસ અપરેશ ચક્રવર્તીએ પોતાના આદેશમાં કહ્યું હતું કે, "આપણી મહેનતથી કમાયેલી લોકશાહીને પોલીસ રાજ્યમાં રૂપાંતરિત કરવું અકલ્પનીય છે." "જો તાત્કાલિક કેસને સાચો માનવામાં આવે છે અને મેજિસ્ટ્રેટ દ્વારા નોંધાયેલ મહિલાના નિવેદનને ધ્યાનમાં રાખીને ... જે નથી, તો આપણે દેશના ગુનાહિત ન્યાયશાસ્ત્રને ફરીથી લખવું પડશે."
કોર્ટે કહ્યું, "એફઆઈઆરથી વિપરીત, મહિલા કોન્સ્ટેબલે વિદ્વાન મેજિસ્ટ્રેટ સમક્ષ એક અલગ કહાની કહી છે... મહિલાની જુબાનીને ધ્યાનમાં રાખીને, એવું લાગે છે કે આરોપી જીગ્નેશ મેવાણીને લાંબાગાળા માટે કસ્ટડી રાખવાના ઉદ્દેશ્યથી તાત્કાલિક કેસ તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્ટની પ્રક્રિયા અને કાનૂનનો દુરઉપયોગ છે.
શું છે સમગ્ર મામલો?
ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પર દેશના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અનેક કેસ ચાલી રહ્યાં છે. સોમવારે PM મોદી પર ટિપ્પણીના કેસમાં આસામની કોકરાઝાર કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જે બાદ પોલીસે તાત્કાલિક મેવાણીની અન્ય એક કેસમાં ધરપકડ કરી હતી. આ દરમિયાન કોરકાઝારથી જિજ્ઞેશ મેવાણીને બારપેટા લઈ જવાયા હતા. આ દરમિયાન તેમના વિરૂદ્ધ મહિલા પોલીસ કર્મચારી સાથે ગેરવતર્ણૂંક અને ગાળો આપવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો.