બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (10:11 IST)

PM નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ નફતાલી બેનેટ વચ્ચે થયો ટેલિફોનિક સંવાદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ નફતાલી બેનેટ સાથે ફોન પર વાત કરી હતી. બેનેટે આ વર્ષની શરૂઆતમાં ઇઝરાયલના પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળ્યું જેના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ મહામહિમ બેનેટને ફરી એકવાર અભિનંદન પાઠવ્યા હતા.
 
નેતાઓએ તાજેતરના વર્ષોમાં દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર વૃદ્ધિ પર સંતોષ વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત કૃષિ, પાણી, સંરક્ષણ અને સુરક્ષા અને સાયબર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં ઇઝરાયેલ સાથેના મજબૂત સહયોગને ખૂબ મૂલ્ય આપે છે.
 
બંને નેતાઓ સહકારને વધુ વિસ્તૃત કરવાની સંભાવના પર સહમત થયા, ખાસ કરીને ઉચ્ચ તકનીક અને નવીનતાના ક્ષેત્રોમાં. તેઓએ આ સંદર્ભમાં લઈ શકાય તેવા નક્કર પગલાઓની ચર્ચા કરી અને નક્કી કર્યું કે બંને વિદેશ મંત્રાલયો ભારત-ઈઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ સમૃદ્ધ બનાવવા માટે રોડમેપ તૈયાર કરવા પર કામ કરશે.
 
પ્રધાનમંત્રીએ આગામી વર્ષે ભારત અને ઇઝરાયલ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 30 મી વર્ષગાંઠને યાદ કરીને મહામહિમ બેનેટને ફરી એકવાર આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ મહામહિમ બેનેટને તથા ઈઝરાયેલના લોકોને આગામી યહૂદી તહેવાર રોશ હાશનાહ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.