સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 6 માર્ચ 2021 (14:54 IST)

ભણેલી ગણેલી પરિણીતા તંત્રીકના ચક્કરમાં આવી અને સર્વસ્વ ગુમાવ્યું, તાંત્રિકે હોટલમાં લઈ જતો અને નગ્ન ફોટો પાડતો

તંત્રીકના રવાડે ચડેલા લોકો માટે ચોંકાવનારી સત્ય ઘટના , ફાર્મસીસ્ટ યુવતીના લાખો રૂપિયાની સાથે આબરૂ પણ લૂંટી લીધી 
 
ઘરના કંકાસ ક્યારેક પતિ પત્ની વચ્ચે અંતર ઉભું કરી દે છે ત્યારે કેટલાક લોકો આ સ્થિતિનો લાભ લેવા માટે તૈયાર હોય છે.અમદાવાદમાં પત્ની પતિ સાથે ઝઘડો થતા એક તાંત્રિકના સંપર્કમાં આવી હતી.તાંત્રિકે કહ્યું હું એક વિધિ કરીશ અને પછી તમામ વિવાદ પુરા થઈ જશે પણ તંત્રીક વિધિના બહાને પરિણીતાને ફસાવીને તેની સાથે શરીર સબંધ બાંધવા લાગયો હતો .એટલું નહિ પણ તાંત્રિક પરિણીતાના નગ્ન ફોટો પાડીને તેને મજબુર કરવા લાગ્યો હતો .પતિ અને ત્યાર બાદ તાંત્રિકથી પરેશાન પરિણીતાએ દવા ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.આ અંગે હાલ વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 
અમદાવાદની નેહા (નામ બદલ્યું છે )ના લગ્ન સમાજના રિવાજ મુજબ આશિષ સાથે થયા હતા.નેહા અને આશિષના લગ્ન બાદ તેમની વચચ્ચે નાની બાબતે ઝઘડો થવા લાગ્યો હતો.અને આ વિવાદ વધતા જતા નેહા રિસાઈને પિયર આવી ગઈ હતી. પિયરમાં મોટી બહેન અને અન્ય લોકોએ નેહાને કહ્યું કે તારા અને આશિષ વચ્ચે જે વિવાદ છે તે માટે અમે એક ભૂવાને ઓળખીએ છીએ એટલે તું એને મળ તો તારા દરેક પ્રશ્ન હલ થઈ જશે.
 
નેહા પણ માનસિક તણાવમાં હતી આ સમયે ફાર્મસીસ્ટ તરીકે નોકરી પણ કરતી હતી.અને એક દિવસ નેહા તેમના સમાજના ભૂવાને મળવા ગઈ હતી.ત્યાં ભુવાએ વિધિ કરવાનું કહ્યું અને નેહાનો મોબાઈલ નંબર લઈ લીધો હતો.ભુવો નેહા સાથે મીઠી વાતો કરતો અને ધીમે ધીમે તેને પોતાની વાતમાં ફસાવી દીધી હતી.
નેહાને લઈને ભુવો એક હોટલમાં લઈ ગયો અને તેને વિધિના બહાને કપડાં ઉતરાવ્યાં હતા.આ સમયે ભુવાએ નેહના ફોટો અને વીડિયો લેવા લાગ્યો હતો અને તે વીડિયો બતાવીને તેને બ્લેક મેલ કરવાનો સિલસિલો શરૂ થયો હતો.ભુવો નેહાને અલગ અલગ હોટલમા લઈ જઈને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બળાત્કાર ગુજારવા લાગ્યો હતો.
 
આ બાબતથી નેહા સતત પરેશાન રહેતી હતી જેથી તેણે પોતાનો જીવ ટુકવવા પ્રયાસ કર્યો અને દવા ખાઈ લીધી હતી. આ દરમીયાન તેની જાણ અન્ય લોકોને થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
 
આ બનાવ અંગે પોલીસે હાલ ગુનો નોંધી તાંત્રિકને પકડવા માટે પ્રયાસો હાથ ધર્યા છે