રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 મે 2019 (10:42 IST)

સુરત આગકાંડ તપાસ રિપોર્ટમાં છેવટે તો ભ્રષ્ટાચાર જ બહાર આવ્યો

સુરત આંગકાંડ મુદ્દે મુખ્યમંત્રી દ્વારા ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો આ સંદર્ભે આજે સચિવ મુકેશ પુરીએ આગ કેવી રીતે લાગી, આટલા બધા લોકોના મોત પાછળ કોની જવાબદારી, તંત્ર દ્વારા સમયસર પગલા ભરવામાં આવ્યા હતા કે નહી, તથા આવી દુર્ઘટના ફરી ન બને તે માટે શું પગલા લેવા જોઈએ. જેવા તમામ મુદ્દે માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. 
આ પ્રેસ કોન્ફરન્સમાં સચિવ મુકેશ પુરીએ જણાવ્યું કે, પ્રાથમીક તપાસમાં માલુમ થાય છે કે, પ્રથમ અને બીજા માળે આવેલ એસી બોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી, જે વુડન બોક્ષમાં હતું, જેથી લાકડુ સળગ્યું અને આગ પ્રસરી અને ત્રીજા માળ સુધી પહોંચી. વધારે આગ લાગવાનું કારણ ફ્લેક્સ બેનર હતા, જેમાં આગ લાગતા તે ઉંચે સુધી પહોંચી. આ સિવાય ચોથા માળે ટેરેસ પર ડોમ બનાવી ચલાવવામાં આવતા ક્લાસમાં વિદ્યાર્થીઓને બેસવા માટે ટેબલ, ન હતા, બે-ત્રણ ટાયરો ભેગા કરી બેસવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેથી આગમાં ટાયરો સળગતા ધુમાડો વધારો ફેલાયો અને આગ પણ વધારે ફેલાઈ.
આ મુદ્દે બિલ્ડીંગમાં ચોથા માળે કરવામાં આવેલા કન્સ્ટ્રક્શન મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી જેમાં બહાર આવ્યું કે, ત્રણ માળની બિલ્ડીંગની મંજૂરીની સ્ટેમ્પ ડિ્યુટી ભરાઈ છે, ચોથા માળની તેમાં કોઈ વિગત નથી. તેથી કહેવાય કે તે ગેરકાયદેસર છે. અને આ મુદ્દે સુપરવિઝન કે સર્વે નહીં કરનાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય ત્રીજા માળેથી ચોથા માળે જવા માટે બીજો એક રસ્તો હતો, જ્યાં આગ લાગી ન હતી. પરંતુ ત્યાં લાકડાનું પાટીયું મારી ખીલ્લા મારી તે રસ્તો પેક કરી દેવામાં આવ્યો હતો. આ એક ગંભીર ભૂલ કહેવાય, જો તે ખુલ્લો હોત તો કદાચ વિદ્યાર્થીઓ બચી ગયા હોત.
તેમણે ફાયર વિભાગનો બચાવ કરતા કહ્યું કે, ફાયર વિભાગને કોલ મળતા જ ચારથી છ મિનીટમાં પ્રથમ ગાડી રવાના થઈ ગઈ હતી. તેમે કામગારી શરૂ કરી દીધી હતી. પરંતુ આગ વધારે હોવાથી અન્ય ગાડી બોલાવવામાં આવી. તેમણે સ્વીકાર્યું સુરત શહેરના ફાયર વિભાગ પાસે માત્ર બે હાઈડ્રોલિક ફાયર ફાઈટર છે. જેને આવતા 40-45 મીનિટ જેટલો સમય લાગ્યો હતો. ત્યાં સુધીમાં તો બાળકોના મોત થઈ ચુક્યા હતા. સુરત શહેર પાસે મોટાભાગની ફાયર ગાડી પાસે બે-ત્રણ માળ સુધી પહોંચી શકાય તેટલી જ સીડી છે. હાઈડ્રોલીક ફાયરગાડી માત્ર બે છે અને ઘટના સમયે તે શહેરમાં ખુબ દૂરના સ્ટેશન પર હતી.
સચિવ મુકેશપુરીએ ફરી આવી ઘટના ન બને તે માટે કેવી પ્રકારના જરૂરી પગલા ભરવા જોઈએ તે મુદ્દે જણાવતા કહ્યું કે, અમે એવી વ્યવસ્થા ગોઠવવા ઈચ્છીએ છીએ કે, પહેલા એક સેન્સિટીવ, નેગેટિવ બિલ્ડીંગોનું લીસ્ટ બનાવીશું જેમાં સ્કુલ, કોલેજ, થીયેટર, બહુ બધી દુકાનો , હોસ્પિટલ હોય એટલે કે માણસોની અવર જવર વધારે હોય, ત્યાં તપાસ હાથ ધરીશું. અને ત્યાં ફાયર સેફ્ટી માટે બિલ્ડીંગના સપોર્ટ સ્ટાફને આવી દુર્ઘટના સમયે શું કરવું તેની ટ્રેનિંગ પણ આપીશું. અને પુરતી વ્યવસ્થા ગોઠવાય તેની નોટિસ ફટકારી જરૂરી પગલા ભરીશું.
તેમણે કહ્યું કે, ફ્લેક્સ બેનર એક કાયદો બનાવી પોલીસી નક્કી કરીશું, ઓપન ટ્રાંસફોર્મરો મુદ્દે પોલીસી બનાવીશું. કેટલાએ લોકો પાવર લોડ વધારે લેતા નથી અને વધારે પાવર યુઝ કરે છે, તેથી પણ આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જેની તપાસ માટે એક પોલીસી બનાવીશું.ફાયર વિભાગમાં સ્ટાફની પણ અછતનો તેમણે સ્વીકાર કર્યો, આ મુદ્દે પણ ટુંક સમયમાં જરૂરી પગલા ભરવામાં આવશે. આ સિવાય ઊંચી બિલ્ડીગોમાં આગ લાગે ત્યારે શું વ્યવસ્થા કરવી તે પણ એક મોટો પ્રશ્ન છે. તેના માટે હાઈડ્રોલિક ફાયરની વધારે વ્યવસ્થા કરી, તેને ઝોન વાઈઝ મુકવા તે પણ વિચાર વિમર્સ કરી પગલા ભરવામાં આવશે. આ સિવાય હાલમાં પૂરા રાજ્યમાં તપાસ અભિયાન ચાલી રહ્યું. તેમને નોટિસ ફટકારવામાં આવી રહી છે.