ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ડેસ્ક|
Last Modified: બુધવાર, 28 ઑગસ્ટ 2019 (16:15 IST)

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ટાઇમ મેગેઝીનની યાદીમાં સામેલ, હાલ કંઇક આવો છે ત્યાનો નજારો

અમેરિકાના પ્રખ્યાત મેગેઝીન 'ટાઇમ'એ વિશ્વના 100 મહાન સ્થાનોનું લિસ્ટ જાહેર કર્યું છે. તેમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને પણ સામેલ કરાયું છે. તેના પર વડાપ્રધાને ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરી લખ્યું ‘શાનદાર સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ટાઇમ મેગેઝીને 100 મહાન જગ્યાઓની લિસ્ટમાં સામેલ કર્યું છે. થોડા દિવસો પહેલા અહીં એક દિવસમાં 34000 લોકોના આવવાનો રેકોર્ડ બન્યો હતો. ખુશી છે કે આ જગ્યા લોકપ્રિય પર્યટન સ્થળના રૂપમાં ઉભરી રહ્યું છે.’ ત્યારે રાજ્યના સીએમ વિજયભાઇ રૂપાણીએ પણ આ સમાચાર પર ખુશી વ્યક્ત કરી છે.
 
પીએમ મોદીએ અન્ય એક ટ્વિટ કરી કહ્યું કે, આ શેર કરતા ખુશી થાય છે કે, સરદાર સરોવર ડેમમાં જળ સ્તર ઐતિહાસિક 134.00 મીટર સુધી પહોંચી ગયું છે. મોદીએ ડેમની કેટલીક તસવીરો ટ્વિટર પર શેર કરતા લખ્યું કે આશા છે કે તમે આ પ્રતિષ્ઠિત સ્થાન પર જશો અને ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ જોશો.
 
ખરેખરમાં જળ સ્તર વધાવા પર સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની ગેલેરીથી સરદાર સરોવર ડેમ ખુબજ સુંદર દેખાઇ રહ્યો છે. તેના 15 ગેટ હાલ ખુલ્લા છે. એવામાં અહીં આવનારા પર્યટકોની સંખ્યામાં સ્ટેચ્ટૂની સાથે સાથે સરદાર સરોવર ડેમના નજારાનો પણ આંનજ માણી રહ્યાં છે.
 
તમને જણાવી દઇએ કે 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની આ સ્ટેચ્યૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2018ના અનાવરણ કર્યું હતું. તેના નિર્માણ પર લગભગ 3000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ત્યારે મૂર્તિમાં લિફ્ટ લગાવવામાં આવી છે. જે ઉપર ગેલેરી સુધી જાય છે અને ત્યાંથી ડેમનો નજારો જોવા મળે છે.