સંબંધિત સમાચાર
- શંકરસિંહ વાઘેલા રાજકારણમાં ફરી સક્રિય થયાં, NCPમાં જોડાવા અંગેના અહેવાલ
- આરએસએસ અને ભાજપના અધ્યક્ષ તરીકે મુસ્લિમને બેસાડવા શંકરસિંહની મોદીને ચેલેન્જ
- હાર્દિક મારી આસપાસ રહેશે તો તેને નુકસાન થાય તેમ છે - શંકરસિંહ વાઘેલા
- સરદાર સાહેબનો વિરોધ કરી છાજિયા લેનારા આજે કરે છે તેમની પ્રતિમાના ગુણગાન
- રાજવી પરીવારોનું પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે સન્માન થવું જોઈએ: શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલાએ એનસીપીનો ખેસ ધારણ કર્યો, રાજકિય કારકિર્દિમાં પાંચ પાર્ટીઓ બદલી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નો ખેસ ધારણ કર્યો છે. અમદાવાદમાં વાઘેલા એનસીપી પ્રમુખ શરદ યાદવની હાજરીમાં સત્તાવાર રીતે એનસીપીમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં એનસીપીના નેતા પ્રફુલ પટેલ પણ હાજર હતા. શંકરસિંહને પક્ષે એનસીપીના મહામંત્રી બનાવ્યા છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘથી રાજકીય સફર શરૂ કરનાર વાઘેલા લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યા અને તેઓ કોંગ્રેસમાં મંત્રી પદે પણ રહ્યા હતા. પાર્ટીએ તેમને કેન્દ્રીય મંત્રીથી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધીની જવાબદારી સોંપી હતી. 2017ની વિધાનસભા ચૂંટણી પૂર્વે પોતાને સીએમ પદના ઉમેદવાર જાહેર ના કરાતા બાપૂએ કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો.
શંકરસિંહ વાઘેલાનો જન્મ 21 જુલાઇ 1940ના રોજ ગાંધીનગરના વાસણા ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો. શંકરસિંહ 1977, 1989, 1991, 1999, 2004 એમ પાંચવાર લોકસભાના સાંસદ અને 1984માં રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. શંકરસિંહ 1996માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
