ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (19:41 IST)

સીરિયલ બ્લાસ્ટ કેસની સુનાવણી પુરી

વર્ષ 2008 માં અમદાવાદને રક્તરંજિત કરનારા સીરિયલ બ્લાસ્ટ કેસ અને સુરત બ્લાસ્ટ કેસમાં 77  આરોપીઓ સામેની જુબાની અને અંતિમ દલીલો પૂર્ણ થઇ છે  2008માં અમદાવાદ અને સુરતમાં વિવિધ સ્થળો પર બોમ્બ મૂકી કરાયેલા બ્લાસ્ટમાં અમદાવાદની 20 ફરિયાદો અને સુરતની 15 ફરિયાદોને ભેગી કરી કુલ 35 ફરિયાદોની એકસાથે ટ્રાયલ શરુ કરવામાં આવી હતી. આ બ્લાસ્ટમાં અમદાવાદમાં 58  લોકોના મોત થયા હતા અને 244  લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. 
 
આ કેસમાં કુલ 77 લોકોને આરોપી બનાવાયા હતા. લાંબી સુનાવણી બાદ ફરિયાદ પક્ષે 1100 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. ડિસેમ્બર 2009 થી આ કેસની સુનાવણી ચાલી રહી હતી.  26 જુલાઈ 2008 ના રોજ અમદાવાદ શહેરમાં 70 મિનિટમાં કુલ 21 બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ બોમ્બ વિસ્ફોટોમાં 56 લોકોના મોત થયા હતા, જ્યારે 200 લોકો ઘાયલ થયા હતા. પોલીસે દાવો કર્યો હતો કે ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે જોડાયેલા લોકોએ આ બોમ્બ વિસ્ફોટો કર્યા હતા. આરોપોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઈન્ડિયન મુજાહિદ્દીને 2002 માં ગોધરાની ઘટના બાદ થયેલા રમખાણોનો બદલો લેવા માટે આ બ્લાસ્ટ કર્યો હતો