રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 5 ઑક્ટોબર 2018 (12:03 IST)

બાળકી પર બળાત્કારના વિરોધમાં પરપ્રાંતીય લોકોને રાજ્ય છોડવાની ધમકી

સાબરકાંઠમાં એક મજૂરે 28મી સપ્ટેમ્બરના રોજ 14 મહિનાની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી રવિન્દ્ર કુમાર બિહારનો રહેવાસી છે અને અહીં એક ફેકટરીમાં કામ કરતો હતો. ઘટના બાદથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. સાબરકાંઠમાં એક સપ્તાહ પહેલાં અને વડનગરમાં મંગળવારના રોજ પ્રદર્શન કર્યું. 14 મહિનાની માસૂમ બાળકી પર દુષ્કર્મની ઘટના વિરૂદ્ધ અમદાવાદના રસ્તા પર શરૂ થયેલ વિરોધ પ્રદર્શને ગુરૂવારના રોજ હિંસક રૂપ લીધું હતું. આ દરમ્યાન પ્રદર્શનકારીઓના ગુસ્સાનો શિકાર ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો બન્યા. દુષ્કર્મની જે ઘટનાને લઇ લોકો ગુસ્સામાં છે, આ મામલામાં આરોપી બિહારનો રહેવાસી છે. આથી હવે સ્થાનિક લોકોના નિશાના પર ઉત્તર ભારતીય છે. પોલીસે બુધવાર અને ગુરૂવારના રોજ એવા બે કેસ નોંધ્યા જેમાં ઉત્તરપ્રદેશા લોકોને નિશાન બનાવ્યા હતા. આપને જણાવી દઇએ કે એક મજૂરે 14 વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું, ત્યારબાદથી રાજ્યમાં પ્રદર્શન થઇ રહ્યું છે. આરોપી મજૂર બિહારનો રહેવાસી છે. નોંધાયેલા કેસમાંથી એક ચાંદલોડિયાનો છે, જયાં ભીડે એક વ્યક્તિ પર હુમલો કરી દીધો.
કહેવાય છે કે 23 વર્ષના ઑટોરિક્ષા ડ્રાઇવર કેદારનાથ મૂળ યુપીના સુલતાનપુરનો રહેવાસી છે. તેને પોલીસે કહ્યું કે અંદાજે 25 લોકોએ ચાંદલોડિયા પુલ પર હુમલો કરી દીધો. તેને કહ્યું કે ભીડ શાકભાજીની લારીઓ ઉંધી પાડી રહી હતી અને લોકો પર હુમલો કરી રહી હતી. જ્યારે કેદારે ભાગવાની કોશિષ કરી તો તેનો રોકયો અને તેની રિક્ષાની વિંડશીલ્ડ તોડી દીધી અને તેને માર્યો. તેણે એફઆઇઆરમાં કહ્યું કે તેની આંગળી તૂટી ગઇ છે અને ખભામાં ફ્રેકચર થયું છે. તેણે કહ્યું કે લોકો બૂમો પાડતા રહ્યાં હતા કે બહારના લોકો રાજ્યો છોડી દે અને ગુજરાતી લોકોને બચાવા જોઇએ. પોલીસના સૂત્રોએ કહ્યું કે ભીડે 8 ગાડીઓ, એક લોડિંગ રીક્ષા અને એક ટુ-વ્હિલર તોડી દીધું. કેદારે તેને મારનાર દસ લોકોની ઓળખ કરી લીધી છે, જેમની પોલીસે ધરપકડ કરી લીધી.
બીજી ઘટના સાબરમતીની છે ત્યાં એક મહિલાને બીડે દોડાવી. પ્રતિમા કોરી નામની સ્કિન એક્સપર્ટને સાબરમતીમાં રેલવે બ્રીજની નજીક આવેલા ઘરે જતા સમયે ચાર લોકોએ ઘેરી લીધી. તે લોકો તેનો પીછો કરવા લાગ્યા અને ગાળો બોલવા લાગ્યા. તેઓ કહી રહ્યાં હતા કે યુપી અને બિહારના લોકો શહેર છોડી દે, નહીં તો મારીશું. પ્રતિમા એ કહ્યું કે તે ડીને દોડી. તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને બુધવારના રોજ ફરિયાદ નોંધાવી. પ્રતિમાનો જન્મ યુપીના ફૈજાબાદમાં થયો હતો પરંતુ તે મોટી સાબરમતીમાં જ થઇ છે. અમદાવાદના મેઘાણીનગરમાં પણ વિરોધ પ્રદર્શન દરમ્યાન બહારના લોકોની વિરૂદ્ધ એક્શનની માંગણી કરી હતી. ગુરૂવારે સાંજે મહેસાણાના નંદાસણ અને કડીમાં ઉત્તર ભારતીયોની વિરૂદ્ધ હિંસાના કેટલાંય કેસ નોંધાયા. પોલીસે સ્થિતિને કાબૂમાં કરવા માટે ટિયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો.