ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 નવેમ્બર 2021 (13:54 IST)

Swachh Survekshan Awards 2021 માં સુરત બીજા નંબરે

સ્વચ્છ સર્વેક્ષણ-2021'ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર સતત પાંચમી વખત પ્રથમ ક્રમે રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે વિજેતાઓને સન્માનિત કર્યા હતા.Swachh Survekshan Awards 2021 માં સુરત બીજા નંબરે અને વિજયવાડા ત્રીજા નંબરે રહ્યું હતું. સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 હેઠળ ભારતને કચરો મુક્ત બનાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની હરોળમાં, આ સમારોહમાં કચરા મુક્ત શહેરોની શ્રેણી હેઠળ પ્રમાણિત શહેરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની પહેલ Safai Mitra Suraksha Challenge હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા શહેરોને માન્યતા આપતી વખતે સફાઈ કર્મચારીઓના યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી. આ વખતે સ્વચ્છ સર્વેક્ષણમાં 4320 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે વિશ્વનો સૌથી મોટો સ્વચ્છતા સર્વેક્ષણ છે.