વાઈબ્રન્ટના મહેમાનો માટે લક્ઝુરિયસ કાર ભાડે લેવાશે, તમામ ડ્રાઈવરો માટે રસીના બે ડોઝ ફરજિયાત
જાન્યુઆરીમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં કોરોના નિયંત્રણો છતાં અનેક દેશોના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે ત્યારે તેમને એરપોર્ટથી મહાત્મા મંદિર અને તેમની હોટેલ સુધી આવવા જવા માટે મર્સીડીઝ, ઓડી, બીએમડબલ્યુ જેવી લક્ઝુરીયસ કાર ભાડે લેવામાં આવશે. આ માટે એજન્સી નક્કી કરવા ઇન્ડેક્ષ્ટ-બી દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. વિદેશી મહેમાનો માટે મર્સીડીઝ ઇ ક્લાસ, એસ ક્લાસ, સી ક્લાસ, બીએમડબલ્યુ 7 સિરીઝ, ઓડી 8 સિરીઝ જેવી કાર ભાડે રખાશે જ્યારે અન્ય વીવીઆઇપી માટે ટોયોટા કોરોલા, હોન્ડા સિવીકથી લઇને ઇનોવા અને ઇનોવા ક્રીસ્ટા જેવી કાર ભાડેથી લેવાશે, જ્યારે અધિકારીઓ માટે સ્વીફ્ટ ડીઝાયર અને તેના જેવી અન્ય સેડાન કાર રાખવામાં આવશે. કોરોના ગાઇડલાઇનને ધ્યાને લઇને તમામ ડ્રાઇવરો અને એજન્સીના ટીમ મેમ્બરો માટે વેક્સીનના બંને ડોઝ ફરજિયાત છે. તમામ કારમાં સેનીટાઇઝરની બોટલ રાખવી પડશે.