ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 22 સપ્ટેમ્બર 2018 (14:02 IST)

કેટલાક ધર્મગુરૃઓએ મારી પાસે સેક્સની માગણી કરી હતી'-ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ

આણંદ ખાતે એસ.પી.યુનિવર્સિટીના સોશિયલવર્ક ફેકલ્ટી દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં રાજપીપળાના ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહે વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ અને પ્રાધ્યાપકો સામે કહ્યું હતું કે કે 'કેટલાક ધર્મગુરૃઓએે મારી પાસે સેક્સની માગણી કરી હતી. આ લોકો દંભી છે, કેમ કે એક તરફ તેઓ ગે અને લેસ્બિયનોનો વિરોધ કરી રહ્યા છે અને બીજી તરફ મારી પાસે સેક્સની માગ પણ કરી રહ્યા છે'

માનવેન્દ્રસિંહે કહ્યું હતું કે 'કલમ ૩૭૭ રદ થયા પછી ગે અને લેસ્બિયન હવે આઝાદીનો શ્વાસ લઇ રહ્યા છે. આ અગાઉની સ્થિતિ અમારા માટે ખુબ ભયંકર હતી. હું તમને એક ઘટના બતાવુ છું. એચઆઇવી અંગેની જાગૃતિ માટે ગુજરાત સરકાર દ્વારા મને અને મારી સંસ્થા લક્ષ્યને પણ જવાબદારી આપવામાં આવી હતી. લક્ષ્ય સંસ્થાના કાર્યકરો અને સ્ટાફ એચઆઇવી જાગૃતિ અંગે જાહેર રસ્તા પર  સાહિત્યનું અને કોન્ડોમનું નિઃશુલ્ક વિતરણ કરી રહ્યા હતા ત્યારે વડોદરા પોલીસે તેમને રોક્યા હતા અને કેટલાક કાર્યકરો અને સ્ટાફને ગુનેગાર બનાવીને અટકાયત કરી હતી. તે પછી જે ઘટના બની તે ગંભીર હતી વડોદરા પોલીસના જવાનોએ લક્ષ્ય સંસ્થાના ગે કાર્યકરો સાથે બળજબરી પૂર્વક સેક્સ કર્યુ હતું અને તે પણ કોન્ડોમ વગર સેક્સ કરવાની ફરજ પડાઇ હતી.
માનવેન્દ્રસિંહે આશ્રમો સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા કે 'એચઆઇવી પોઝિટીવ દર્દીઓને શોધી કાઢવાના રાજ્ય સરકારના કાર્યક્રમમાં અમારી સંસ્થા પણ જોડાઇ હતી અને ત્યારે હું મારા કાર્યકતાઓને આશ્રમોમાં જઇને ત્યા રહેતા લોકોનો એચઆઇવી ટેસ્ટ કરવા માટે કહેતો હતો કેમ કે ત્યા એચઆઇવી દર્દી હોવાની શક્યતાઓ હોય છે'