લોકરક્ષક દળની ભરતીના પેપર કૌભાંડમાં રાજકીય નેતાઓને કોણ બચાવી રહ્યું છે
લોક રક્ષક દળની ભરતીની પરીક્ષા પહેલાં તેનું પેપર ફૂટી જતા સમગ્ર પરીક્ષા રદ કરી દેવી પડી હતી પોલીસે પેપર ફોડવાના કૌભાંડમાં સામેલ ભાજપના આગેવાનો એક પી.એસ.આઈ એક મહિલા તેમજ ચાર થી પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
પેપર કહેવાતા મુખ્ય સૂત્રધાર યશપાલ સિંહ સોલંકીની પણ ગત મોડી રાત્રે ધરપકડ કરી લેવાય છે આમ છતાં પોલીસ હજુ સુધી મૂળ સુધી પહોંચી શકી નથી. ખરેખર પેપર વગેરે જેવા અનેક મહત્વના પ્રશ્નોના પોલીસ પાસે કોઈ જવાબ નથી.
સુત્રો જણાવે છે કે ભાજપના કેટલાક મોટા માથાઓની સંડોવણી નિશ્ચિત છે. તેમની પહોંચ હોવાથી તેમજ ગુજરાત પોલીસના ટોચના આઈપીએસ અધિકારીઓ સાથે પણ ઘરોબો હોવાને કારણે તપાસ ઢીલી થઈ રહી છે.
પેપર કૌભાંડના મુખ્ય આરોપી ગણાતા યશપાલ અને મનહરને રાજકીય નેતાઓ સાથે ઘનિષ્ઠ સંબંધો હતા પોલીસે આ બન્ને આરોપીઓના સેલ ફોનની ડિટેલ કઢાવી છે તેમજ કયા કયા નેતાઓ જોડે વાત કરી તેનો તાગ મેળવ્યો છે.
ઝડપાયેલા યશપાલની રિમાન્ડ લેવા માટે આજે બપોર પછી પોલીસ તેમને કોર્ટમાં રજૂ કરશે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ આગામી થોડા દિવસોમાં જ રાજકીય નેતાઓને બચાવવા માટે પોલીસ સમગ્ર તપાસ પર પડદો પાડી દેશે, તેમજ આરોપીઓને મુખ્ય આરોપી ગણાવી ભીનું સંકેલી લેશે.
પેપર ફોટ્યાના કારણે લોકરક્ષક દળની પરીક્ષા રદ કરવામાં આવી હતી, હવે આ જ પરીક્ષા નવેસરથી લેવા માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળની ભરતી માટે નવુ પેપર સેટ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે, જેના સંદર્ભમાં રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા અને મુખ્ય સચીવ જે એન સિંઘે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મિટિંગ કરી ચર્ચા વિચારણા કરી હતી.
જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરીથી પરીક્ષા લેવાય તેવી શક્યતા છે આ વખતે પણ પેપર લીક ન થાય તે માટે કેવા પ્રકારનું આયોજન કરવું તેના વિકલ્પો જોવાઈ રહ્યા છે. પેપર સેટ માટે કઈ એજન્સીની પસંદગી કરવી તેમજ પ્રિન્ટિંગ માટે કઈ એજન્સીને કામ સોંપાય તે બાબતોની ભારે ગુપ્તતા રાખવામાં આવી રહી છે. સરકાર આ વખતે પરીક્ષાનું પેપર લીક ન થાય તે માટેની વ્યવસ્થા કરી રહી છે લોકરક્ષક દળની ભરતીની પરીક્ષાની તારીખોની જાહેરાત પણ સત્તાવાર રીતે આગામી દિવસોમાં જાહેર કરાશે.