સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 15 મે 2021 (15:31 IST)

ધોરણ 10માં રિપિટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા શાળા સંચાલક મંડળની માગ

કોરોનાને કારણે ધોરણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને તેમને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ધોરણ 10માં રિપિટર વિદ્યાર્થીઓએ પણ ફોર્મ ભર્યા હતા. જેમને માસ પ્રમોશન આપવામાં નથી આવ્યું. જેથી રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા રિપિટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા માંગણી કરવામાં આવી છે.
 

રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. જેમાં ધોરણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન માટે આભાર વ્યક્ત કર્યો છે. પરંતુ બાકીના 3.70 લાખ વિદ્યાર્થીઓ જે માસ પ્રમોશનથી વંચિત રહી ગયા છે, તેમના માટે માસ પ્રમોશનની માંગણી કરવામાં આવી છે. ભાસ્કર પટેલે લખેલ પત્રમાં જણાવ્યું છે કે, સરકારે એક સમાન નીતિ રાખવી જોઈએ અને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઈએ. ઉપરાંત 3.70 લાખ વિદ્યાર્થીઓએ રિપિટર તરીકે ફોર્મ ભર્યા છે, જેમના માટે હજુ કોઈ નિર્ણયનાં લેવાતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં નારાજગી છે. રિપિટર તરીકે પરીક્ષા આપવાવાળા વિદ્યાર્થીઓ હવે 18 વર્ષની આસપાસના ઉંમરના હશે તો તેમને પાસ કરવામાં આવે તો આગળ ભણી શકે અથવા ક્યાંક રોજગારી પણ મેળવી શકે છે. પાસ કરીને વિદ્યાર્થીઓને કેન્દ્ર કે રાજ્યની ઓપન સ્કૂલમાં પ્રવેશ આપી શકાય