રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : રવિવાર, 21 જાન્યુઆરી 2024 (11:02 IST)

રામ મંદિર: આ ગુજરાતીએ આપ્યું સૌથી વધુ દાન

Ayodhya daan- અયોધ્યામાં રામ મંદિર માટે દાન આપનારા ઘણા રામ ભક્તો છે.  અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે લોકોએ ભરી ભરીને દાન આપી રહ્યા છે. મોરારી બાપુએ રામ મંદિર માટે 16.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તો હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. 
 
ભગવાન રામલલાના અભિષેકને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર માટે ભારત અને વિદેશના રામ ભક્તોએ ઉદાર હાથે દાન આપ્યું છે.
 
નોંધનીય છે કે રામ મંદિર ટ્રસ્ટે દેશના 11 કરોડ લોકો પાસેથી 900 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ ડિસેમ્બર સુધી ભગવાન રામના મંદિર માટે 5 હજાર કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 18 કરોડ રામ ભક્તોએ રામ મંદિરના નિર્માણ માટે નેશનલ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડાના ખાતામાં લગભગ 3,200 કરોડ રૂપિયાનું સમર્પણ ભંડોળ જમા કરાવ્યું છે. 

મોરારી બાપુએ રામ મંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.આ સાથે જ ગુજરાતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ગોવિંદભાઈ ધોળકિયા ડાયમંડ કંપની શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ્સના માલિક છે.