ગર્ભગૃહમાં વિરાજમાન રામલલાના ચેહરાની પ્રથમ તસ્વીર આવી સામે, રામ મંદિર વિવાદનો નિર્ણય સંભળાવનારા પાંચેય જજોને આમંત્રણ
અયોધ્યામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલી પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો ચોથો દિવસ છે. રામલલાની સંપૂર્ણ તસવીર સામે આવી છે. આમાં રામલલાનો આખો ચહેરો દેખાય છે. આજે સાંજથી અસ્થાયી મંદિરમાં રામલલાના દર્શન બંધ કરી દેવામાં આવશે. 22 જાન્યુઆરીએ અભિષેક થયા બાદ 23 જાન્યુઆરીથી ભક્તો નવા મંદિરમાં દર્શન કરી શકશે.
આ પહેલા ગુરુવારે રામલલાની મૂર્તિને ગર્ભગૃહમાં શિલા પર મૂકવામાં આવી હતી. કારીગરોએ મૂર્તિને પાદરા પર મૂકી. આ પ્રક્રિયામાં 4 કલાકનો સમય લાગ્યો હતો.
એવુ બતાવાયુ છે કે હવે મૂર્તિને ગંઘવાસ માટે સુગંધિત જળમાં મુકવામાં આવશે. પછી અનાજ, ફળ અને ઘી માં પણ મુકવામાં આવશે. આજે શ્રીરામલલાનુ વૈદિક મંત્રો સાથે ઔષધાધિવાસ, કેસરાધિવાસ, ઘૃતાધિવાસ કરવામાં આવ્યુ. પછી અરણી મંથન દ્વારા કુંડમાં અગ્નિ પ્રકટ કરવામાં આવી. શ્રીરામલલા 20 જાન્યુઆરીએ વાસ્તુ શાંતિ પછી સિંહાસન પર વિરાજશે.