1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Rajkot accident news

રાજકોટમાં બાઈકે યુવક ફસાયો પતંગની દોરીમાંઃ ગળું કપાઈ જતાં ઘટનાસ્થળે જ મોત

Rajkot accident news
રાજકોટમાં આજે ઉત્તરાયણના પર્વે એક યુવાનનો જીવ ગયો છે. પતંગની દોરીથી ગળું કપાઈ જતા યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ ગોઝારી ઘટના શહેરના 150 ફૂટ રીંગરોડ પર બની છે. અહીં રૈયા ટેલિફોન એક્ષચેન્જ નજીક બાઈક પર જતો યુવક પતંગની દોરીમાં ફસાયો હતો અને દોરી ગળામાં આવતાં જ તેનું ગળું કપાઈ ગયું હતું. જેથી ઘટનાસ્થળે જ બાઈક સવાર યુવકે દમ તોડ્યો હતો. પતંગની દોરીની યુવકનું મોત થતાં રસ્તા પર લોહીના ખાબોચિયા જોવા મળ્યાં હતાં.
આગળનો લેખ
રાજકોટમાં યુવાનોએ અનોખી રીતે કરી ઉત્તરાયણની ઉજવણીઃ PPE કીટ પહેરીને ચગાવી પતંગ