બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 જૂન 2021 (07:31 IST)

રાજ્યમાં વરસાદી માહોલ, અમદાવાદમાં 1 કલાકમાં 1 થી 2 ઇંચ વરસાc

ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દિવસભરના ઉકળાટ બાદ મોડી રાત્રે અમદાવાદ સહિતના ઘણા જિલ્લાઓમાં વરસાદનું આગમન થયું હતું. મોડી સાંજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા ત્યારબાદ પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જ્યારે કલોલમાં વરસાદ કરા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.
 
શહેરના ચાંદખેડા, બોપલ ગોતા, એસજી હાઈવે, સોલા, શીલજ, જગતપુર, ત્રાગડ સહિતના વિસ્તારો વરસાદ શરૂ થયો છે. ત્યારે વરસાદને કારણે ગોતા, સોલા, શીલજ, બોપલ, જગતપુર તરફ વીજળી ગુલ થયાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ઉસ્માનપુરા, બોડકદેવ, સરખેજ અને પાલડીમાં 1 કલાકમાં ઇંચ વરસાદ નોધાયો હતો. જ્યારે ગોતામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. 
 
નવસારી, વલસાડ, જલાપોર, વડોદર, પાદરા, નડિયાદ, આણંદ, સમી, હિંમતનગર, પોશીના, અને સાપુતારા સહિત વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું. ત્યારે દિવસ દરમિયાનના અસહય ઉકળાટ બાદ અચાનક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડો પવન આવતા લોકોને ગરમીથી પણ રાહત મળી હતી.
 
અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે કહ્યું છે કે કેરળમાં નૈઋત્યનું ચોમાસું શરૂ થયું છે. દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં લક્ષદ્વીપ, બંગાળની ખાડી અને કેરળ અને તામિલનાડુના દક્ષિણ ભાગમાં આગળ વધ્યું છે. આઇએમડીએ અનુમાન લગાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસુ આગામી બે દિવસ દરમિયાન કેરળ, લક્ષદ્વીપ, તમિળનાડુ અને પુડુચેરીના કેટલાક વધુ ભાગો, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોના કેટલાક ભાગોમાં અને રાયલા સીમામાં આગળ વધવાની સંભાવના છે.