કોરોના પર વિજય તરફ ગુજરાતની આગેકૂચ, 1 હજારની નજીક પહોંચ્યા નવા કેસ
Publish: Fri, 4 Jun 2021 (23:13 IST)
Updated: Fri, 4 Jun 2021 (23:17 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1 હજારની નજીક કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,120 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ 3,398 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,82,374 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 95.78 ટકાએ પહોંચ્યો હતો.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 22,110 એક્ટિવ દર્દી છે, જે પૈકી 412 લોકો વેન્ટિલેટર પર છે અને 21,698 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 7,82,374 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,906 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 અને જામનગર કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.
આ ઉપરાંત વડોદરામાં 1, સુરતમાં 2, ખેડામાં 1, ભાવનગરમાં 1, સાબરકાંઠામાં 1, જામનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1 અને નર્મદામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 16 દર્દીઓના મોત થયા છે.
Publish: Fri, 4 Jun 2021 (23:13 IST)
Updated: Fri, 4 Jun 2021 (23:17 IST)