સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (09:48 IST)

Jawad Cyclone : ગુજરાતભરમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ગુરુવારે ક્યાં વરસાદની આગાહી?

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં બુધવારથી કમોસમી વરસાદ વરસતાં તાપમાન પણ નીચે આવી ગયું છે.
 
ઇન્ડિયન એક્સપ્રેસ મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાત 108 જેટલા તાલુકામાં બુધવારે કમોસમી વરસાદ પડ્યો હતો. સૌથી વધુ કમોસમી વરસાદ સુરતના ઉમરપાડામાં 31 મિલીમીટર, અમરેલીના ખાંભા અને ગીર સોમનાથના ઉનામાં 25 મિલીમીટર પડ્યો હતો. 
 
કમોસમી વરસાદને પગલે તાપમાનમાં સામાન્ય કરતા 12 ડિગ્રીનો ઘટાડો થયો હતો. સૌથી વધુ હવામાન વિભાગે પણ સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ગુરુવારે ભારે વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદને પગલે પાકને વ્યાપક નુકશાન થયું છે.
 
ભારતીય હવામાન ખાતા મુજબ હવામાનમાં અચાનક આવેલા પલટા પાછળ આરબ સાગરમાં સર્જાયેલું નીચું દબાણ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે.
 
સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાબરકાંઠા, અરવલી, આણંદ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.
 
સાથે 30 અને 40 કિલોમિટી પ્રતિકલાકની ગતિએ પવન ફૂંકાવાની આગાહી છે.