રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (17:34 IST)

રાહુલ ગાંધી જાહેર કરે કે ગઠબંધનના નેતા કોણ? સીએમ રુપાણી

લોકસભાની ચૂંટણીનું રણશીંગુ વલસાડનાં ધરમપૂરથી ફૂંકવા આવી રહ્યાં છે. ત્યારે સીએમ વિજય રૂપાણીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું છે કે આવનારી ચૂંટણીમાં તેઓ હાર ભાળી ગયા છે. પૂર્ણ બહુમતમાં કોંગ્રેસની સ્થિતિ સારી નથી. 'આવનારી ચૂંટણી પહેલા જ વિરોધ પક્ષ હાર ભાળી ગયું છે એટલે મહાગઠબંધન કર્યું છે. તેઓ બધા મોદી અને ભાજપથી ગભરાઇ ગયા છે. પૂર્ણ બહુમતની સરકારમાં કોંગ્રેસની સ્થિતિ સારી નથી. કોંગ્રેસ ફસાયેલી છે. મિલાવટ તો લોકોને પસંદ નથી, આમ પણ આપણા શરીર માટે પણ મિલાવટ સારી નથી તો આપણો દેશ માટે મિલાવટ નુકશાનકર્તા જ છે. રાહુલ ગાંધી આવે ત્યારે તેમને કહેજો કે ભારતની જનતાને જાહેર કરે કે આ ગઠબંધનની સરકારમાં વડાપ્રધાન કોણ, ઇમાનદારી હોય તો આની જાહેરાત કરે. અમે તો કીધું છે ફીર સે મોદી સરકાર પરંતુ તેમનાથી તેવું થઇ શકે તેમ જ નથી. કારણ કે આવી જાહેરાત કરે તો ચૂંટણી પહેલા જ ગઠબંધન તૂટી જાય તેમ છે. તો ચૂંટણી પછી કઇ રીતે ટકશે?' મહત્વનું છે કે ગુજરાતમાં કુલ 26 લોકસભા બેઠકો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીએ આ તમામ બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ વખતે કોંગ્રેસને આશા છે કે, ભાજપનાં આ વિજયરથને રોકશે અને કેટલીક સીટો પોતે જીતી અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા રોકશે. જો કે, આ વાત તો સમય જ બતાવશે.