રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 30 માર્ચ 2022 (14:03 IST)

કારાગારમાં કસોટી: ત્રણ કેદીઓએ સેન્ટ્રલ જેલના પરીક્ષા કેન્દ્રમાં બારમા ધોરણની પરીક્ષા આપી...

૨૦૨૨ ની બોર્ડ પરીક્ષાઓના આજે બીજા દિવસે વડોદરા સેન્ટ્રલ જેલના ખાસ પરીક્ષા કેન્દ્રમાં બારમા ધોરણના ત્રણ કેદી પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. મંગળવારે ઇતિહાસનું પ્રશ્નપત્ર હતું.
 
મધ્યસ્થ બંદી ગૃહના કેદી કલ્યાણ અધિકારી શ્રી મહેશ રાઠોડે ઉપરોક્ત જાણકારી આપતાં જણાવ્યું કે કુલ ૫ કેદીઓ આજે પરીક્ષા આપવાના હતા.આ પૈકી એક કેદી જેલમુક્ત થઈ જવાને લીધે ઉપસ્થિત ન હતા જ્યારે બીજા એક કેદી ગેરહાજર રહ્યાં હતા. ત્રણમાં થી બે કેદીઓ સજાયાફતા હતા અને એક નડિયાદ થી પરીક્ષા આપવા આવેલો કેદી કાચા કામના કેદી હતા.
 
સોમવારે પહેલા દિવસે ૯ કેદીઓ એ પરીક્ષા આપી હતી જેમાં સ્થાનિક ૩ ઉપરાંત નડિયાદના ૨ અને ભરૂચના ૪ કેદી પરીક્ષાર્થીઓ હતા.જ્યારે ૪ કેદીઓએ ફોર્મ ભર્યા પછી પરીક્ષા આપી ન હતી.
 
અન્ય જેલોના પરીક્ષાર્થી કેદીઓને વડોદરા જેલના પરીક્ષા કેન્દ્ર ખાતે નિર્ધારિત જાપ્તા હેઠળ લાવીને,પરીક્ષા ચાલતા સુધી અહીં જ રાખવાની વ્યવસ્થા કરવામાં આવે છે.