શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 ઑક્ટોબર 2022 (17:42 IST)

વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘રાજકોટ, મોરબીના કારખાનેદારો તમારી પાસે વિમાનના સ્પેરપાર્ટ્સ બનાવવાના કોન્ટ્રાક્ટ આવશે

modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામકંડોરણામાં છે. જ્યાં તેમણે આજે જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે 20 વર્ષમાં થયેલા ગુજરાતના વિકાસની તથા અગાઉના સમયમાં થતા કોમી હુલ્લડનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે જ તેમણે આગામી દિવસમાં વિમાનના સ્પેરપાર્ટ્સ બનાવવાનું પણ હબ બનશે તેવો અંદાજ સેવ્યો હતો.PM મોદીએ કહ્યું કે, હું નથી માનતો જામકંડોરણામાં પહેલા આવું દ્રશ્ય જોવા મળ્યું હોય. મેં આજે છાપામાં વાચ્યું કે હું પહેલો એવો પ્રધાનમંત્રી છું જે જામકંડોરણા આવ્યો છું. મારે છાશવારે એવા કામ કરવાના આવે છે જે કોઈએ કર્યા નથી. થોડા દિવસો પહેલા મેં સરકારના વડા તરીકે ગુજરાત અને દિલ્હીમાં કામ કર્યું તેને 21 વર્ષ પૂરા થયા. તેની શરૂઆત રાજકોટની ધરતીથી થઈ હતી. રાજકોટે મને આશીર્વાદ આપ્યા હતા.વડાપ્રધાને કહ્યું કે, મારા આટલા લાંબા અનુભવના આધારે હું કહું છું. આજે ગુજરાતની ઓળખ દેશ અને દુનિયામાં ગુજરાતને એક નવી ઓળખ પર લઈ જાય છે.

અહીં 20-22-25 વર્ષના જવાનીયાઓ બેઠા હશે અમને ખબર પણ નહીં હોય કે એના પહેલાના દિવસો કેવા હતા. એ જ્યારે ઘોડિયામાં હતા ત્યાર મા-બાપના આંખોમાંથી કેવા આંસુ નીકળતા હતા તે તેમના કાને પણ નહીં પડ્યા હોય. અઢી દાયકા પહેલા ગુજરાતના વિકાસની વાત થાય તો દરિયા વચ્ચે બે-પાંચ ટાપુ ચમકતા હોય અને બાકી આખું ગુજરાત સુકૂ ભઠ્ઠ. રોજગાર માટે વલખા મારતા. આજે સરકારે આ પરિસ્થિતિ બદલી. આયોજન બદલ્યા. વડીલોને તો આ બધું સપના જેવું લાગતું હશે. એમણે તો ધારી લીધું હશે કે અહીં હવે કંઈ નવું થવાનું નથી. તેમની આંખોમાં ચમકારો જુઓ.આજે આપણે સ્પેરપાર્ટ્સ બનાવીએ છીએ, રાજકોટ, મોરબી, જામનગરના કારખાનેદારો તૈયારી કરો, એ દિવસ દૂર નહીં હોય જ્યારે તમારી પાસે વિમાનના સ્પેર પાર્ટ્સ બનાવવાના કોન્ટ્રાક્ટ આવશે. 20 વર્ષમાં ગુજરાતે સુશાનસ પર ધ્યાન આપ્યું. કાયદો વ્યવસ્થા પર ધ્યાન આપ્યું. સામાન્ય માણસ સુખચેનથી જીંદગી જીવે. જે લોકો છાશવારા હાકડા પડકારા કરતા હતા, સમાજને પીંખી નાખતા હતા એમને એમની જગ્યા બતાવી દીધી અને લોકો સુખ ચેનની જિંદગી જીવતા થઈ ગયા.