સુરતમાં લવ-જેહાદ અને લેન્ડ-જેહાદ કાર્યક્રમનાં પોસ્ટર લાગ્યાં
સુરતમાં વેડરોડ ચાર રસ્તા પર લવ-જેહાદ અને લેન્ડ-જેહાદ કાર્યક્રમના પોસ્ટર લાગતાં ચર્ચાનો વિષય બન્યો છે. ચૂંટણી નજીક આવતાં લવ-જેહાદ, લેન્ડ-જેહાદ વધ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એક ખાનગી સામાજિક કાર્યકર્તાએ વેડરોડ વિસ્તારમાં આગામી 15 ઓક્ટોબરના રોજ કાર્યકમ રાખ્યો છે. કાર્યક્રમમાં વક્તા કાજલ હિન્દુસ્તાની લોકોને લવ-જેહાદ અને લેન્ડ-જેહાદ અંગે જાગ્રત કરશે. પોસ્ટરમાં બહેનો-દીકરીઓને સહપરિવાર જોડાવા માટે અપીલ પણ કરવામાં આવી છે.
સુરતના વેડરોડ વિસ્તારમાં મોટી સંખ્યામાં પાટીદારો રહે છે. હિન્દુ હિત ગ્રુપ દ્વારા આગામી ઓક્ટોબરના રોજ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લવ-જેહાદ અને લેન્ડ જેહાદ અંગેના કાર્યક્રમના પોસ્ટ વેડરોડ, સિંગણપોર સહિતના વિસ્તારમાં લગાવવામાં આવ્યાં છે, જેમાં લખ્યું છે કે હિંદુ હિત ગ્રુપ દ્વારા આયોજિત બહેનો, દીકરીઓ સાથે સહપરિવાર હું જોડાઈશ, તમે પણ જોડાજો. લવ- જેહાદ અને લેન્ડ-જોહાદ. વક્તા તરીકે કાજલ હિન્દુસ્તાની (સામાજિક કાર્યકર્તા). કાર્યક્રમ વેડરોડ વિસ્તારમાં આવેલી ધર્મનંદન ફાર્મમાં યોજાશે.સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલા ધર્મનંદન ફાર્મમાં આવતીકાલે લવ જેહાદ અને લેન્ડ જેહાદ અંગેનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમ હિન્દુ હિત ગ્રુપ દ્વારા આયોજિત કરાયો છે. ત્યારે આ ગ્રુપના કાર્યકર મુકેશભાઈ ગુજરાતી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે વેડરોડ વિસ્તારમાં આવેલ શ્રીજી નગરની સામે ધર્મનંદન ફાર્મમાં શનિવારે 8:30થી 11 દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. લવ જેહાદ અને લેન્ડ જેહાદ પર આખો કાર્યક્રમ યોજાયો છે. જેમાં શહેરમાં છેલ્લા થોડા સમયથી વધી રહેલા લવ જેહાદની ઘટનાઓને લઈ જાગૃતિ લાવવા માટે યોજાયો છે. આ કાર્યક્રમ થકી છોકરીઓ જેહાદનો શિકાર ન બને તેને લઈને સમજાવવાનો પ્રયત્ન કરાશે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી શહેરમાં અવેધ રીતે કરવામાં આવતી લેન્ડ જેહાદના દબાણને રોકવા અને તેની સામે જાગૃતિ લાવવા આ કાર્યક્રમનું વિશેષ આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં 5000થી વધુ હિન્દુ યુવા-યુવતીઓ અને હિન્દુ સમાજના અગ્રણીઓ જોડાશે