રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
Written By
Last Modified: મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (13:15 IST)

49

અમરેલી ખાતે પુરુષોત્તમ રૂપાલાના સન્માન સમારોહમાં આવી પહોંચેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર પાટીલે અમરેલીની મેડિકલ મેડીકલ કોલેજ ખાતે બોલતા જણાવ્યું હતું કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ આપવામાં નહીં આવે. આ નિર્ણય જિલ્લા પંચાયત અને કોર્પોરેશન માટે લેવાયો છે. આ નિર્ણય વિધાનસભા માટે નથી લેવાયો. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં અમરેલી સિવિલ હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ ફાળવ્યો હતો. તે નિમિત્તે તેમના આ સન્માન સમારોહમાં આવેલા સી.આર. પાટીલે રમૂજ કરતા એમ પણ જણાવ્યું હતું કે આ નિર્ણય પંચાયત અને કોર્પોરેશન માટે છે, વિધાનસભા માટે નથી તેની સ્પષ્ટતા કરી દઉં, નહીંતર અહીં બેઠેલા ધારાસભ્યો હમણાં ઉભા થઇ જશે.

60 વર્ષથી ઉપરનાની ટિકિટ કાપવાની ફોર્મ્યુલા વિધાનસભા ચૂંટણીમાં એટલા માટે પણ ચાલી શકે નહીં કારણ કે જો આવું થયું તો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત 11 મંત્રીઓ (ભુપેન્દ્રસિંહ, આર.સી. ફળદુ, સૌરભ પટેલ, કુંવરજી બાવળિયા જેવા મંત્રીઓ)ની ટિકિટ કાપવી પડે. તો બીજીબાજુ ભાજપના 36 ધારાસભ્યોને પણ ઘરે બેસવાનો વારો આવે. ‘આપ’ પાર્ટીની તોડફોડ વચ્ચે ભાજપ આવું રિસ્ક લઈ શકે તેમ નથી.