સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 30 જાન્યુઆરી 2021 (16:58 IST)

ભાજપ પ્રમુખ સી. આર.પાટીલના ઘરમાં જ સાંસદ પ્રભુ વસાવાની બેંકની ચૂંટણીમાં કારમી હાર

સુરત ડીસ્ટ્રીક બેન્કની ચૂંટણીમાં આજે મતગણતરી હાથ ધરતાં ત્રણ બેઠક પર ટાઈ થતાં ચીઠ્ઠી ઉછાળીને વિજેતા જાહેર કરાયા હતા. હાલની સતાધારી પેનલના સભ્યો ચૂંટાઈ આવ્યા છે. પરંતુ ભાજપના માંડવી સાંસદ પ્રભુ વસાવા અને માજી જિલ્લા પંચાયત પ્રમુખની કારમી હાર થઈ છે.સુરત ડીસ્ટ્રીક બેન્કની ચૂંટણીની 18 બેઠકોમાંથી 5 બેઠક બિનહરફ જાહેર થયા બાદ બાકીની 13 બેઠક પર ચૂંટણી યોજાતા 97.60 ટકા જેટલું મતદાન થયું હતું.

મતદાન બાદ આજે મત ગણતરી હાથ ધરાઇ હતી.જેમાં ત્રણ બેઠકો પર ટાઇ થતાંચીઠ્ઠી ઉછાળીને વિજેતા જાહેર કરાયા હતા. જેમાં પલસાણા ની બેઠક પર કેતન પટેલ મહુવાની બેઠક પર બાબુ ભાઈ પટેલ અને સોનગઢ બેઠક પર જીજ્ઞેશ દોળવાળા ચૂંટાઈ આવ્યા હતા.આ ચૂંટણી ભાજપના જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ અને બેંક ચેરમેન નરેશ પટેલની આગેવાની માં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલના ગૃહમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના સાંસદ પ્રભુ વસાવાની કારમી હાર થઈ છે.પ્રભુ વસાવાને સાત મત મળ્યા હતા. જ્યારે તેમની સામે બેંકના ભૂતપૂર્વ મેનેજર નરેન્દ્ર મહીડાને 13 મત મળતાં ભારે બહુમતીથી જીત થઈ હતી. ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ 20 મત મેનેજ નહિ કરી શક્યાની ચર્ચા થઈ રહી છે. જ્યારે જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અશ્વિન પટેલની પણ બે મતે હાર થઈ છે. આ ઉપરાંત અશેષ દિલીપ ભક્તની પણ કારમી હાર થઈ હતી.