રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 ઑગસ્ટ 2018 (14:51 IST)

હાર્દિક પટેલે માનવ અધિકાર આયોગને પત્ર લખ્યો, સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યાં

પાટીદાર અનામત માટે ચાર દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરનાર હાર્દિક પટેલે હવે માનવ અધિકાર આયોગને પત્ર લખીને સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. હાર્દિકે પત્રમાં લખ્યુ છે કે હું પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર છું અને પાટીદાર સમાજને અનામત મળે તેમજ ખેડૂતોનુ દેવુ માફ થાય તે માટે આંદોલન ચલાવી રહયો છું. જેના પગલે સરકાર દ્વારા મારી સામે ઘણા ખોટા કેસો કરવામાં આવ્યા છે. ભૂખ હડતાળ પર બેસવા માટે પણ સરકારે પરવાનગી આપી નથી. હાર્દિકે લખ્યુ છેકે ભારતના દરેક નાગરિકને બંધારણે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાનો અધિકાર આપ્યો છે. અમે કાયદો અને વ્યવસ્થા નહી જોખમાય તેવી બાંહેધરી લીધી હોવા છતા સરકારે અમને ભૂખ હડતાળ માટે પરવાનગી આપી નથી. જેના પગલે મેં 25 ઓગસ્ટથી મારા ઘરે ઉપવાસ પર બેસવાનુ નક્કી કર્યુ હતુ. જેના કારણે બહારથી આવનારા મારા સમર્થકોને 24મીથી પોલીસે નજરકેદ કરી લીધા છે. પોલીસે રસ્તામાં પાટીદારોને રોકીને તેમની ગાડીઓના ટાયરમાંથી હવા પણ કાઢી નાંખી છે. તેમના પર લાઠીચાર્જ પણ કર્યો છે. હાર્દિકે માનવ અધિકાર આયોગને લખ્યુ છે કે રક્ષાબંધનના દિવસે પાટીદાર મહિલાઓને રાખડી બાંધવા માટે પણ આવવા દેવાઈ નથી. જે જગ્યાએ હું ઉપવાસ પર બેઠો છું ત્યાં આવેલા મારા સમર્થકો માટે ખાવા પીવાની વસ્તુઓ પણ સરકાર પહોંચવા દેતી નથી. સમર્થકોની ગાડીઓ પણ પોલીસે ડીટેઈન કરી લીધી છે