Online food Order કરનારાઓ સાવધાન હવે (Apps)એપ્સ નકામી થઈ જશે
ઑનલાઇન ફૂડ ઑર્ડર કરીને ઘરે મેળવી શકાતુ હોવાથી ગ્રાહકોને ઘણી સરળતા પડે છે. ગ્રાહકો ગમે ત્યાં બેસીને ગમે ત્યારે પોતાની મનગમતી વાનગી ઑનલાઇન મંગાવી શકે છે. જો કે ઓનલાઇન ફૂડ પ્રોવાઇડર કંપનીઓની દાદાગીરી સામે ગુજરાત હોટેલ અને રેસ્ટોરેન્ટનાં સંચાલકોએ આંખ કરી છે. બની શકે કે ઉત્તરાયણ બાદ તેઓ ઑનલાઇન ફૂડ કંપનીઓનો બહિષ્કાર કરે અને પોતાનું ફૂડ આપવાનું બંધ કરી દે. આ અંગે ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિયેશનની મીટિંગ ગુરૂવારનાં રોજ મળશે. આ મીટિંગમાં અમદાવાદની મોટી હોટેલ અને રેસ્ટોરેન્ટનાં ચેઇન સંચાલકો હાજર રહેશે.
રેસ્ટોરેન્ટ સંચાલકોની ફરિયાદ છે કે ઝોમેટો અને સ્વીગીએ કોઇપણ કમિશન વગર જ ફૂડ લેવાનું શરૂ કર્યું હતુ, પરંતુ આજે તેઓ રેસ્ટોરેન્ટ પાસેથી 22થી 24 ટકા કમિશન વસૂલી રહ્યા છે. આ કારણે તેમનો બહિષ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પહેલા ગુજરાતનાં હોટેલિયર્સે ઑનલાઇન હોટેલ બૂકિંગ કરતી ઓયો અને ગો આઇબીબોની સામે બાયો ચઢાવી હતી. આ ઑનલાઇન કંપનીઓ રૂમ પર હોટલ પાસેથી વધારે કમિશન માંગતી હતી. આ કારણે હોટેલિયર્સે તેમને રૂમ જ નહીં આપવાનું નક્કી કર્યું હતુ.
તો હવે આવુ જ ઑનલાઇન ફૂડ કંપનીઓને લઇને છે. ઓનલાઇન ફૂડ કંપનીઓ દ્વારા રેસ્ટોરેન્ટ અને હોટેલ પાસેથી 5થી 22-24 ટકા સુધીનું કમિશન વસૂલવાનું શરૂ કર્યું છે અને આ કમિશન વધી શકે છે તેવી પણ ચિમકી આપી હતી. આ કારણે હોટેલ અને રેસ્ટોરેન્ટ સંચાલકોએ ઑનલાઇન કંપનીઓનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. આ માટે ગુરૂવારનાં રોજ એક મીટિંગ મળશે.