ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 22 જૂન 2019 (12:14 IST)

સિંહને બચાવવા રાતની ટ્રેનો બંધ કરવા સહિત નવ સૂચન કરતા કોર્ટ મિત્ર

સૌરાષ્ટ્રમાં સિંહના અકાળે મોત મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી રીટમાં કોર્ટ મિત્રએ રાત્રી ટ્રેનો બંધ કરવા સહિત નવ સૂચનો હાઇકોર્ટમાં રજૂ કર્યા હતા. જંગલ વિસ્તારમાં મારણ-પાણીની અછત, ટ્રેકરોની અપૂરતી સંખ્યાના મુદ્દે સરકારનો કાન આમળવામાં આવ્યો છે.

રાજ્યમાં સિંહોના અકાળે થયેલા અવસાન મુદ્દે કોર્ટ મિત્ર પાસે હાઇકોર્ટે એક અહેવાલ માંગ્યો હતો, કોર્ટ મિત્રએ 9 મુદ્દાનો એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ ચોંકાવનારા રિપોર્ટમાં અનેક તારણો બહાર આવ્યા છે. કોર્ટ મિત્રે સોંપેલા રિપોર્ટમાં સિંહોનું અકાળે થતું અવસાન અટકાવવા કેટલાક સૂચનો આપ્યા છે.

નવ મુદ્દાઓના આ અહેવાલમાં સિંહોના મોત પાછળ ખુલ્લા કુવાઓ, રેલેવ લાઇનના ઇશ્યુસ, ઇલેક્ટ્રીક ફેન્સિંગ, રસ્તાઓ, ગેરકાયદેસર ખનન, ગેરકાયદેસર ચાલતા લાયન શો, ટ્રેકર્સની અછત વગરે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે કુદરતી રીતે મારણ માટે પશુઓની અછત. સિંહોનું રેડિયો કોલરીંગ અને જીપીએસ ટ્રેકિંગની સુવિધાના અભાવનપણ એમિક્સ ક્યૂરીએ ટાંકી છે. ટ્રેનની અડફેટે મતોને ભેટતા વનરાજોને બચાવવા માટે પીપાવાવ જતી રાતની ટ્રેનો બંધ કરવી જોઈએ તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ રિપોર્ટમાં સૂચન આપવામાં આવ્યું છે કે સિંહોના ગળામાં ૠઙજ સાથેનો રેડિયો કોલર બાંધવો જોઈએ જેથી તેમનું ટ્રેકિંગ કરી શકાય ઉપરાંત ઇલેક્ટ્રોનિક ફેન્સિંગ કરનારા લોકોની માહિતી આપનારા લોકોને સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ.

રિપોર્ટમાં સૂચન આપવામાં આવ્યું છે કે ગેરકાયદેસર લાયન શો ચલાવનારા લોકો પર બિનજામીનપાત્ર ગુનો દાખલ કરવામાં આવે તેવું સૂચન કરાયું છે. ગીરમાં સિંહ શિકાર કરે છે તેવા પશુઓની સંખ્યા ઘટી હોવાનો પણ અહેવાલ બહાર આવ્યો છે. ગીરમાં આવા પશુઓની સંખ્યા વધારવા પણ સૂચન આપવામાં આવ્યું છે. સિંહ માટે પાણી અછત હોવાનું પ્રાથમિક તારણ છે . સિંહ માટે યોગ્ય સ્થળે પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે તેવો ઉલ્લેખ કરાયો હતો.