બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 માર્ચ 2020 (11:51 IST)

૩પ૦૦થી વધુ લોકોએ મુખ્યમંત્રી રાહતકોષમાં આપ્યું દાન, આવકવેરામાં મળશે મુક્તિ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિદ-૧૯ના રોગચાળા સામે લડવા અને આ રોગની અસરોથી થયેલ નુકશાનમાંથી જનજીવન પૂર્વવત કરવાના સહયોગ રૂપે મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવા સૌ નાગરિકો-પ્રજાજનોને અપિલ કરી છે. વિજય રૂપાણીએ જણાવ્યું છે કે આ રાહતનિધિમાં આપવામાં આવતું દાન-ફાળો આવકવેરાની કલમ ૮૦-જી હેઠળ કરમુકિતને પાત્ર છે.
 
મુખ્યમંત્રી રાહતનિધિમાં જે દાન-ફાળાની અવિરત સરવાણી વહી રહી છે તેમાં અત્યાર સુધીમાં ૩પ૦૦ જેટલા વ્યકિત-સંસ્થાઓએ ફાળો સેવાભાવે અર્પણ કર્યો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, મુખ્યત્વે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે પોતાના વ્યકિતગત રૂ. ૧ લાખની સહાય આ ફાળામાં આપી છે.
 
તદ્દઉપરાંત કેશુભાઇ પટેલના અધ્યક્ષસ્થાને શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી રૂ. ૧ કરોડનું દાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અપાયું છે. કુંડળધામ સ્વામીનારાયણ મંદિર દ્વારા રૂ. રપ લાખ, સરદાર ધામ ટ્રસ્ટ દ્વારા રૂ. ર૧ લાખ અને ખોડલધામ દ્વારા રૂ. ર૧ લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાં આપવામાં આવી છે.