કોરોનાકાળમાં આરોગ્યપ્રદ અને ઓર્ગેનિક ફુડ પ્રોડક્ટ્સ માટે વન-સ્ટોપ-સોલ્યુશન
જો તમે તંદુરસ્ત જીવન જીવવા માગતાં હોવ તો તમારે એવો આહાર લેવો જોઇએ, જે તમારા શરીર અને મનની તંદુરસ્તી માટે લાભદાયી હોય. કોવિડ-19 મહામારી વચ્ચે ગ્રાહકોની આરોગ્યપ્રદ આહાર અને પીણાની જરૂરિયાતોને પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતના ઓર્ગેનિક અને નેચરલ સુપરમાર્કેટ નેચર્સ પેલેટે ઓર્ગેનિક પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી રજૂ કરી છે, જેમાં પ્રોટીનથી ભરપૂર આહાર, હાઇડ્રેશન ડ્રિંક્સ અને ડિહાઇડ્રેટેડ ઇટરીઝ વગેરે સામેલ છે. તેનાથી કોવિડ-19 અને અન્ય બિમારીઓમાંથી વ્યક્તિને સુધારો પ્રાપ્ત કરવામાં મદદ મળે છે.
કોવિડ-19 મહામારીને કારણે સામાન્ય વ્યક્તિના જીવન ઉપર નોંધપાત્ર અસર સર્જાઇ છે. મહામારીના ફેલાવા સાથે આપણે જોયું છે કે સારી રોગપ્રતિકારકતા ધરાવતા વ્યક્તિઓ અન્યો કરતાં ઝડપથી સાજા થાય છે. વધુમાં સેલ્ફ-આઇસોલેશનમાં રહેતાં વ્યક્તિને પ્રોટીનથી ભરપૂર આહાર, કાર્બોહાઇડ્રેટ્સ અને ફેટ, ન્યુટ્રિશન, ફાઇબર અને મિનરલ્સ તથા આરોગ્યપ્રદ પીણા સાથે સંતુલિત આહારની જરૂર રહે છે.
અમદાવાદમાં નેચર્સ પેલેટ ઓર્ગેનિક અને નેચરલ સુપરમાર્કેટ છે, જે કોવિડ-19માંથી સાજા થતાં લોકોને ઓર્ગેનિકસ સોલ્યુશન્સ ઓફર કરે છે. આ સુપરમાર્કેટમાં 2000થી વધુ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ છે તથા તેના ઉત્પાદનની પ્રક્રિયામાં કોઇપણ પ્રકારના જંતુનાશકો અને હાનિકારક રસાયણોનો ઉપયોગ કરાયો નથી.
કોવિડ-19નો સામનો કરતાં દર્દીઓના આહારમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન જરૂરી છે. આ ઉપરાંત સંતુલિત આહારમાં માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ અને ફ્લ્યુઇડ્સથી વ્યક્તિને મહામારી સામેની જંગ જીતવામાં મદદ મળે છે. નેચર્સ પેલેટમાં ઉકાળો, સુપ, હર્બલ પાઉડર પ્રોડક્ટ્સ, ઓર્ગેનિક હર્બલ જ્યુસ, ફ્રૂટ જ્યુસ પાઉડર્સ, ગ્રેનોલા અ મુસલી, એનર્જી બાર્સ, વેગન અને ગ્લુટેન ફ્રી પ્રોડક્ટ્સ તેમજ ચ્યવનપ્રાશ જેવી રોગપ્રતિરોધક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે.
અહીં ગ્રાહકોને ડિહાઇડ્રેટેડ ફ્રુટ્સ અને વેજીટેબલ્સની સાથે-સાથે ઇટ એન્ડ રેડી કૂક-મિલેટ, બ્લેક રાઇસ એન્ડ બકવ્હીટ આધારિત ફુડ મળી રહે છે. વ્યક્તિના એકંદર આરોગ્ય માટે પર્યાપ્ત પીણા જરૂરી છે ત્યારે કોલ્ડ પ્રેસ ફ્રુટ એન્ડ વેજીટેબલ જ્યુસ, એપલ સિડેર વેનગર કાવા, ગ્રીન ટી વગેરે તંદુરસ્ત જીવનશૈલી માટે ઉપયોગી બની રહે છે.
કોવિડ-19 સંક્રમણને કારણે સૌથી પહેલાં આપણી રોગપ્રતિકારકતાને અસર થાય છે. તેમાંથી ઝડપી સુધારો હાંસલ કરવા માટે આપણા શરીરને પોષણથી ભરપૂર આહાર અને પીણાની આવશ્યકતા રહે છે. નેચર્સ પેલેટમાં એવી તમામ પ્રોડક્ટ્સ મળી રહે છે, જે ડોક્ટર્સ લેવા માટે સલાહ આપે છે. આ ઓર્ગેનિક અને નેચરલ સુપરમાર્કેટ સાથે અમે સમાજને એવી પ્રોડક્ટ્સ પ્રદાન કરવાનું સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે જે લોકોના આરોગ્યને હાનિકારક ન હોય, તેમ નેચર્સ પેલેટના માલીક અર્પિત જિનોનીએ જણાવ્યું હતું.
અમદાવાદ માર્કેટમાં ઓર્ગેનિક પ્રોડક્ટ્સ લાવવાના વિચાર અંગે તેમણે ઉમેર્યું હતું કે, જીવલેણ બિમારીથી પીડીત લોકોના આંકડા ઉપર નજર નાખીએ તો જણાશે કે ઘણાં લોકોએ તેમના જીવનમાં ક્યારેય ધુમ્રપાન અથવા તમાકુનું સેવન પણ કર્યું નથી.આથી આપણો દૈનિક આહાર પણ એક સમસ્યા હોઇ શકે છે. આપણે દૈનિક જીવનમાં શાકભાજી, ફળો અને જંકફુડ લઇએ છીએ, જે ઘણીવાર હાનિકારક રસાયણો અને જંતુનાશકો ધરાવતા હોય છે.
આથી અમે લોકોને તંદુરસ્ત જીવનશૈલી હાંસલ કરવામાં મદદરૂપ બનવા ઓર્ગેનિક અને નેચરલ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી ધરાવતા સુપર માર્કેટ શરૂ કરવાનો નિર્ણય કર્યો. અમે અમારા સુપર માર્કેટ માટે મોબાઇલ-ફ્રેન્ડલી એપ્લીકેશન પણ વિકસાવી છે, જે દ્વારા લોકો અમારો સરળતાથી સંપર્ક કરી શકે છે. કંપની આગામી સમયમાં વધુ સ્ટોર્સ શરૂ કરવાની પણ યોજના ધરાવે છે, જેથી શહેરના લોકો તેમના ઘરની પાસેથી જ પ્રોડક્ટ્સ પ્રાપ્ત કરી શકે.